Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ

Farali Recipe: શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં આઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે. જોકે, તેમ છતાં લોકો ઉપવાસ દરમિયાન થોડું ફરાળ કરતા હોય છે. ત્યારે બજારમાં મળતી ફરાળી વાનગીથી કંટાળી ગયા હોવ તો શ્રાવણ માસમાં ઘરે જ આ રીતે બનાવો આ ચટાકેદાર ફરાળી વાનગીઓ...

Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ

Fasting special dishes: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, દેશભરના શિવાલયોમાં બમ બમ ભોલેનો નાથ ગંજી રહ્યો છે. ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરોમાં મોટી લાઈનો છે. તો અનેક લોકો શ્રાવણ માસમાં ઉપવાસ કરતા હોય છે. જો કે ઉપવાસમાં તેમને ભૂખ પણ લાગતી હોય છે. ત્યારે અમે આપને આજે કેટલીક ફરાળી વાગનીઓ વિશે જણાવીશું. આ વાનગીઓ કદાચ તમે ખાધી પણ હશે પરંતુ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો હશે ત્યારે તે બજાર જેવી નહીં બની હોય. પરંતુ આપને જે રીત શિખવાડીશું તેનાથી એકદમ બજાર જેવો જ ટેસ્ટ આવશે.

સાબુદાણાની ખિચડી કેવી રીતે બનાશો?

સામગ્રીઃ-
-સાબુદાણા       150 ગ્રામ
-તેલ કે ઘી         1.5 ટેબલ સ્પૂન
-જીરુ                અડધી ચમચી
-હીંગ                 ચપટી
-લીલા                મરચાં 2 નંગ (સમારેલા)
-સિંગદાણા         એક ટેબલ સ્પૂન
-પનીર                 70 ગ્રામ
-બટેટા                  એક મધ્યમ આકારનું
-આદું                    1 ઈંચનો ટુકડો
-મીંઠુ                  સ્વાદ અનુસાર
-ટોપરાની         છીણ 1 ટેબલ સ્પૂન
કોથમીર         1 ટેબલ સ્પૂન

બનાવવાની રીતઃ-
- સાબુધાણાને ધોઈને એક કલાક જેટલો સમય પલાળી રાખો, પલળી જયા બાદ તેમાં રહેલું વધારાનું પાણી કાઢી નાંખો.
-બટેટાની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી નાંખો, ત્યારબાદ પનીરના પણ નાના ટુકડા કરી નાંખો.
-એક વાસણમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો, હવે બટેટાના ટુકડાને ગરમ તેલ કે ઘીમાં નાંખો અને તેનો રંગ બ્રાઉન ન થાય ત્યાં સુધી સાંતળો, ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી નાંખો.
-બટેટા તળાઈ ગયા બાદ પનીરના ટુકડાને પણ હળવા બ્રાઉન કરી લો.
-સીંગદાણે અધકચરા ખાંડી લો.
-વધેલા ઘી કે તેલમાં જીરુ, હિંગ નાંખો, જીરુ સારી રીતે તળાઈ ગયા બાદ તેમાં લીલા મરચાં અને આંદુ ક્રસ કરીને નાંખો અને ચમચાથી હલાવો, ત્યારબાદ સિંગદાણા, ટોપરાની છીણને તેલમાં નાંખી એક મિનિટ સુધી રાખો, ત્યારબાદ સાબુદાણા, મીઠુ અને કાળામરી નાંખી તેને સારી રીતે ભેળવી દો. હવે આ મિશ્રણમાં બે ટેબલ સ્પૂન પાણી નાંખી ધીમા ગેસે 7થી 8 મિનિટ સુધી ચડવા દો.
-થોડીવાર પછી જુઓ કે સાબુદાણા નરમ થઈ ગયા છે કે નહીં, જો ન થયા હોય તો ફરી તેને ચડવા દો અને થોડું પાણી ઉમેરો. હવે આ મિશ્રમણમાં બટેટા અને પનીરના ટુકડા ઉમેરી દો. ત્યારબાદ વાસણને ગેસ પરથી ઉતારી લો. અને આ ખિજડીને એક પ્લેટમાં કાઢી લો, તેના પર કોથમીર અને ટોપરાની છીણથી સજાવો.
-તમારી ગરમા ગરમ ખીચડી તૈયાર છે

સાબુદાણાની ખીર કેવી રીતે બનાવશો?

સામગ્રીઃ-
-સાબુદાણા         1 કપ
-દૂધ         2 કપ
-ખાંડ         1 કપ
-એલચી પાઉડર     1 ચમચી
-ક્રિશમિશ         10 દાણા
-બદામ         10 નંગ
-કાજુ         10 નંગ
કેસર         1 ચપટી

બનાવવાની રીતઃ-
-સાબુદાણાને ઓછામાં ઓછા 6 કલાક માટે પલાળીન રાખો.
-ગેસ પર એક વાસણમાં દૂધ નાંખી તેને ઉકળવા માટે મુકો, ગેસ ફાસ્ટ રાખો
-દૂધમાં જ્યારે ઉભરો આવે ત્યારે ગેસને ધીમો કરી નાંખો, દૂધ જાડુ થાય ત્યાં સુધી ઉકાળો.
-હવે આ દૂધમાં ખાંડ નાંખી ત્યારબાદ 10 મિનિટ પછી સાબુદાણા નાંખી દો.
-ધીમા તાપે આ મિશ્રણને ચડવા દો, પછી તેમાં કેસર, એલચી પાઉડર, કાજુ, બદામના ટુકડા, ક્રિશમિશ નાંખીને ગેસ બંધ કરી દો. ગરમા ગરમ સાબુદાણાની ખીર તૈયાર છે. તેને ગરમ જ ખાવાનો આગ્રહ રાખો.

ફરાળી અપ્પે કેવી રીતે બનાવશોઃ-

સામગ્રી:-
- સોજી         1 કપ
- દહીં          દોઢ કપ
- ટામેટું          1 સમારેલા
- કાકડીનો ટુકડો     સમારેલી
- કોથમીર         2 ચમચી
- લીલા મરચા     2-3 સમારેલા
- ફરાળી મીઠું     સ્વાદ મુજબ
- તેલ         4 ચમચી

બનાવવાની રીતઃ-
સૌપ્રથમ એક તપેલીમાં સોજી નાખીને સૂકવી લો. આ પછી, એક મોટા મિક્સિંગ બાઉલમાં સોજી નાંખો, તેમાં બારીક સમારેલા ટામેટાં અને કાકડી, બારીક સમારેલી કોથમીર, લીલું મરચું, રોક મીઠું અને સ્વાદ અનુસાર સાદું મીઠું નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.આ પછી, મિશ્રણમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કર્યા પછી, સોજીને 10 મિનિટ માટે અલગ રાખો. 10 મિનિટ પછી મિશ્રણને વધુ એક વખત બીટ કરો.  હવે અપ્પેનો મોલ્ડ લો અને તેને મધ્યમ આંચ પર ગરમ કર્યા પછી દરેક ફૂડમાં તેલ નાખો. આ પછી, ચમચી અથવા બાઉલની મદદથી, દરેક ખોરાકમાં એપેની પેસ્ટ ઉમેરો અને તેને ઢાંકી દો. જ્યારે એપ્સ એક બાજુથી રંધાઈ જાય, ત્યારે તેને પલટીને બીજી બાજુથી શેકી લો. તૈયાર છે તમારી ટેસ્ટી ફલાહારી એપ્પી. તેમને દહીં અથવા ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news