નવી દિલ્હીઃ 5G ફોન ખરીદવાનો પ્લાન છે પરંતુ બજેટ ટાઇટ છે તો ચિંતા ન કરો, કારણ કે બજારમાં ઘણી બ્રાન્ડ્સ પોતાના સસ્તા 5G ફોન લાવી ચુકી છે. અમે તમારી સુવિધા માટે એક લિસ્ટ તૈયાર કર્યું છે. લિસ્ટમાં અમે એવા 5G ફોન સામેલ કર્યાં છે, જે ઓફર બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 9500 રૂપિયાથી ઓછા ભાવમાં મળી રહ્યાં છે. બસ તમારે બેન્ક ઓફરનો લાભ લેવો પડશે. લિસ્ટમાં સૌથી સસ્તો 5G ફોન 8299 રૂપિયાનો છે. બધામાં 50 મેગાપિક્સલનો મેન રિયર કેમેરો અને 5000 એમએએચની બેટરી મળશે. જુઓ લિસ્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POCO M6 5G
ફોનનું 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળું મોડલ  Flipkart પર 10499 રૂપિયામાં મળી રહ્યું છે પરંતુ બેન્ક ઓફરનો લાભ લઈને તમે તેના પર 1000 રૂપિયાની છૂટ મેળવી શકો છો, ત્યારબાદ તેની પ્રભાવી કિંમત 9499 રૂપિયા રહી જશે. ફોનમાં 6.74 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, ડાઇમેન્સિટી 6100 પ્લસ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરો, 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને 5000 એમએએચની બેટરી છે.


આ પણ વાંચોઃ WhatsApp માં નંબર એક્સચેંજ કર્યા વિના થશે Chat, આ યૂઝર્સને મળ્યું આ ફીચર


itel P55 5G
ફોનનું 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળું મોડલ  Flipkart પર 9930 રૂપિયામાં મળી રહ્યું છે, પરંતુ બેન્ક ઓફરનો લાભ લઈને તમે 1000 રૂપિયાની છૂટ મેળવી શકો છો, ત્યારબાદ તેની પ્રભાવી કિંમત 8930 રૂપિયા રહી જશે. ફોનમાં 6.6 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઈમેન્સિટી 6080 પ્લસ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 એમએએચની બેટરી છે. 


Lava Blaze 5G
ફોનનું 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળું મોડલ Amazon પર 9299 રૂપિયામાં મળી રહ્યું છે, પરંતુ બેન્ક ઓફર હેઠળ 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેની કિંમત 8299 રૂપિયા રહી જશે. ફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઇમેન્સિટી 700 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 એમએએચની બેટરી છે. 


આ પણ વાંચોઃ કાર લેવાના હોવ તો 60 દિવસ રાહ જુઓ! જબરદસ્ત કાર આવશે, પેટ્રોલમાં 30 KMPLની માઈલેજ!


Lava Blaze 2 5G
ફોનનું 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળું મોડલ એમેઝોન પર 9999 રૂપિયામાં મળી રહ્યું છે, તેમાં તમને 1 હજાર રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યારબાદ તેની કિંમત 8999 રૂપિયા રહી જશે. ફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઇમેન્સિટી 6020 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 એમએએચની બેટરી મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube