કાર લેવાના હોવ તો 60 દિવસ રાહ જુઓ! જબરદસ્ત કાર આવશે, પેટ્રોલમાં 30 KMPLની આપશે માઈલેજ!
દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની સુઝુકી પોતાની હેચબેક સ્વિફ્ટનું હાઈબ્રિડ મોડલ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવા જઈ રહી છે. વિગતો ખાસ જાણો...
Trending Photos
કેટલીક ગાડીઓ નવા વર્ષની શરૂઆતમાં દસ્તક આપવા માટે તૈયાર છે. જે મિડલ ક્લાસ પરિવારો માટે કોઈ વરદાનથી જરાય કમ નહીં હોય. પેટ્રોલની વધતી કિંમતોને પડકારવા માટે આવી જ એક કાર દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી પણ લોન્ચ કરવા જઈ રહી છે. જો કે આ કાર દેશમાં છેલ્લા લગભગ દોઢ દાયકાથી બજારમાં છે જ અને લોકોને મનગમતી હેચબેક કાર રહી છે પરંતુ હવે તેને પૂરી રીતે બદલવા માટે કંપનીએ કમર કસી છે. કારને અનેકવાર રોડ ટેસ્ટ દરમિયાન પણ સ્પોટ કરવામાં આવી છે. કારના લોન્ચ વિશે એવા રિપોર્ટ્સ છે કે તે ફેબ્રુઆરી 2024માં બજારમાં આવશે. આ હેચબેક સેગમેન્ટમાં આવનારી કાર દેશ ભરમાં નાના પરિવારો માટે મનપસંદ કાર રહી છે અને લોકોની આ કાર માટે દીવાનગી એ હદે છે કે તે સતત ટોપ સેલિંગ કારમાં પોતાની જગ્યા પણ બનાવતી રહી છે.
અહીં અમે જે કારની વાત કરીએ છીએ તે છે મારુતિ સ્વિફ્ટ., દેશની સૌથી વધુ વેચાતી હેચબેક શ્રેણીની કારોમાંથી એક. આ કારને કંપી નવું લુક આપવા જઈ રહી છે અને સાથે સાથે તેના એન્જિનને પણ આ વખતે સંપૂર્ણ રીતે બદલવામાં આવશે. તે હવે તમને હાઈબ્રિડના ઓપ્શનમાં જોવા મળશે. ત્યારબાદ તેની માઈલેજ કોઈ પણ સીએનજી કારની ટક્કરની હશે.
મળશે વિકલ્પ
નવી સ્વિફ્ટમાં કંપની બે એન્જિન ઓપ્શન આપશે. તેમાં કંપની 1.2 લીટરનો નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવા જઈ રહી છે. આ એન્જિન સાથે સીએનજીનું વેરિએન્ટ પણ લોન્ચ થઈ શકે છે. જ્યારે બીજુ એન્જિન કંપની 1.2 લીટર હાઈબ્રિડ આપશે. આ એક સ્ટ્રોંગ હાઈબ્રિડ એન્જિન હશે અને તેની માઈલેજ 30 કિમી પ્રતિ લીટરથી પણ વધુ હોવાની આશા છે.
બદલાશે ડિઝાઈન
મારુતિ સુઝુકી કારની ડિઝાઈન પણ બદલાઈ રહી છે. હવે કારની કુલ લંબાઈ 15 મી.મી. વધુ હશે. તેને કઈક ક્રોસ ઓવર જેવી ડિઝાઈન આપવામાં આવી છે. જો કે સ્વિફ્ટના સિગ્નેચ્ર ડિઝાઈન એલિમેન્ટ્સ હજુ પણ જોવા મળશે. કારમાં હવે તમે એલઈડી ડીઆરએલની સાથે જ નવા બંપર, ગ્રિલ, રિયર બંપરની નવી ડિઝાઈન, એલઈડી ટેલલેપ્સ અને ગેટ્સની પણ નવી ડિઝાઈન જોવા મળશે. આ સાથે જ કારના ઈન્ટિરિયરને પણ સંપૂર્ણ રીતે બદલવામાં આવ્યું છે. કારમાં તમને નવી અને પ્રીમિયમ અપહોલ્સ્ટ્રી જોવા મળશે. આ સાથે કારમાં એસી વેન્ટ્સ, ડેશબોર્ડ, અને સ્ટીયરિંગ વ્હીલને પણ બદલવામાં આવ્યા છે. હવે તે તમને ડ્યુઅલ ટોન કલર થીમમાં જોવા મળશે.
ફિચર્સ
કારમાં સેફ્ટી ફીચર્સનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં હવે 6 એરબેગની સેફ્ટી મળશે. આ સાથે એબીએસ, ઈબીડી, રિયર પાર્કિંગ સેન્સર, રિયર પાર્કિંગ કેમેરા, ચાઈલ્ડ આઈસોફિક્સ સીટ્સ જેવા અનેક સેફ્ટી ફીચર્સ મળશે. જ્યારે 10 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રિકલી 6 વે એડજસ્ટેબલ સીટ્સ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ઓવીઆરએમ, રિયર એસી વેન્ટ્સ, ક્લાઈમેટ કંટ્રોલ એસી, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે જેવા ફીચર્સ જોવા મળશે.
કિંમત
જો કે કંપનીએ હાલ કારની ડીટેલ્સ અને કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એવી અટકળો થઈ રહી છે કે આ નવી સ્વિફ્ટ 7 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતતી લઈને 14 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે