Top Selling Car:  ભારતમાં લોકો વચ્ચે મારુતિ સુઝૂકીની ગાડીઓ ખુબ લોકપ્રિય છે. ઓછા બજેટમાં સારી ફેસિલિટી ધરાવતી કારોની બજારમાં ડિમાન્ડ હોય છે. એક રિપોર્ટ મુજબ મારુતિ સુઝૂકીની આ કારે સતત ત્રીજા ફાઈનાન્શિયલ યર એટલે કે 2023-24માં વેચાણમાં બધાને પછાડીને ટોપ સ્થાન મેળવ્યું છે. મારુતિની આ ગાડી આખા વર્ષ દરમિયાન 2,00,177 યુનિટ વેચાઈ. જેની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયા થી લઈને ટોપ મોડલમાં 8.50 લાખ રૂપિયા સુધીની કાર તમને જોવા મળશે. તમે જો કાર ખરીદવા માગતો હો તો તમારા માટે આ કારો નવી પસંદ બની શકે છે. મારૂતિ હંમેશાં બેસ્ટ સેલિંગ રહી છે. નીચે તમને વિગતો આપી છે કે હાલમાં કઈ કારો ગ્રાહકોની મનપસંદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ પોઝિશન પર આ કાર
ગત ફાઈનાન્શિયલ યરમાં મારુતિ સુઝૂકીની વેગનઆર કારે બધાને બાજુ પર હડસેલીને વેચાણમાં ટોપ પોઝિશન મેળવી છે. જ્યારે બીજા નંબરે મારુતિ સુઝૂકી બલેનો જોવા મળી જેના 1,95,660 યુનિટ વેચાયા છે. ત્રીજા નંબરે મારુતિ સુઝૂકીની સ્વિફ્ટ ગાડી છે. જેના 1,95,321 યુનિટ વેચાયા. ફાઈનાન્શિયલ યર 2023-24માં ટોપ 10 પોઝિશન પર કઈ કારો છે તેના પર એક નજર ફેરવો. 


ટાટાની બે ગાડીઓ
કારના વેચાણમાં ટોપ 10ની યાદીમાં ટાટાની બે ગાડીઓ જોવા મળી જેમાં 1,71,697 યુનિટ સાથે ટાટા નેક્સન ચોથા નંબરે અને 1,70,076 યુનિટના વેચાણ સાથે ટાટા પંચ પાંચમા નંબર છે. 


યર 2023-24માં વેચાણમાં ટોપ 10 ગાડીઓની યાદી


1.Maruti Suzuki WagonR- 200,177 યુનિટ


2. Maruti Suzuki Baleno- 195,607 યુનિટ


3. Maruti Suzuki Swift- 195,321 યુનિટ


4. Tata Nexon- 171,697 યુનિટ


5. Tata Punch- 170,076 યુનિટ


6. Maruti Suzuki Brezza- 169,897 યુનિટ


7. Maruti Suzuki Dzire- 164,517 યુનિટ


8. Hyundai Creta- 161,653 યુનિટ


9. Maruti Suzuki Ertiga- 149,757 યુનિટ


10. Mahindra Scorpio- 141,462 યુનિટ


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube