વર્ષ 2024ના પહેલા મહિનામાં લોકોએ ખુબ કાર ખરીદી. ત્યારે તમારા મનમાં પણ એ વિચાર આવતો હશે કે આખરે નવા વર્ષના પહેલા મહિનામાં કઈ કાર પર લોકોની પસંદગી ઉતરી હશે? તો પછી તમને જણાવી દઈએ કે ગત મહિને ડિસેમ્બરમાં ટાટા નેક્સન અને ટાટા પંચનો કમાલ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે તેમને બાજુ પર હડસેલીને કઈ કાર પહેલા નંબર છે તે તમે જાણો છો? ખાસ જાણો લોકોએ કઈ કાર ખરીદવા માટે પડાપડી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ સેલિંગ કાર
ગત મહિને જાન્યુઆરીમાં મારુતિ સુઝૂકીની બલેનો કાર સૌથી વધુ વેચાઈ. એટલે કે તેણે ડિસેમ્બર 2023માં ટોપ પર રહેલી ટાટા નેક્સોનની સાથે સાથે ટાટા પંચ, મારુતિની જ વેગનઆર, ડિઝાયર, સ્વિફ્ટ, બ્રેઝા, અર્ટિગા, જેવી ધૂરંધર કારોને પછાડી દીધી. જાન્યુઆરીમાં મારુતિ સુઝૂકીની બલનોના 19630 યુનિટ્સ વેચાયા હતા. ગત વર્ષે જાન્યુઆરીમાં બલેનોના 16357 યુનિટ્સ વેચાયા હતા. એટલે કે પ્રીમિયમ હેટબેકના વેચાણમાં ચોખ્ખો વાર્ષિક 20 ટકા જેટલો નફો થયો. વેગનઆરના વેચાણમાં પણ વધારો થયો છે. 


બીજા નંબરે ટાટા પંચ
ટાટા મોટર્સની સૌથી સસ્તી એયુવી પંચે જાન્યુઆરીમાં ધમાલ મચાવી. બીજી સૌથી વધુ વેચાયેલી કાર બની. ટાટા પંચના 17978 યુનિટ્સ વેચાયા. ગત વર્ષ જાન્યુઆરીની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીમાં ટાટા પંચના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2023માં 12006 ગ્રાહકોએ આ કાર ખરીદી હતી. 


ત્રીજા નંબરે મારુતિ વેગનઆર
મારુતિ વેગનઆર ગત જાન્યુઆરીમાં ત્રીજી બેસ્ટ સેલિંગ કાર બની હતી. તેને 17,756 ગ્રાહકોએ ખરીદી. તમને જાણીને નવાઈ લાગશે કે ડિસેમ્બર 2023માં વેગનઆર  ટોપ 10માં પણ નહતી પરંતુ વર્ષ 2024ના પહેલા મહિનામાં આ ફેમિલી કારે જબરદસ્ત વાપસી કરી. મારુતિ વિગનઆરના વેચાણમાં ગત વર્ષ જાન્યુઆરીની સરખામણીમાં 13 ટકાનો ઘટાડો થયો છે. જો કે મંથલી સેલમાં ભારે વધારો થયો છે. ડિસેમ્બર 2023માં માત્ર 10,669 લોકોએ આ કાર ખરીદી હતી. 


ચોથા નંબરે ટાટા નેક્સોન
જાન્યુઆરી 2024માં સૌથી વધુ વેચાયેલી કારોની યાદીમાં ટાટા નેક્સોન ચોથા નંબરે રહી. તમને જાણીને નવાઈ લાગશે કે ડિસેમ્બર 2023માં નેક્સોન દેશભરમાં પહેલા નંબરે રહી હતી. પરંતુ વર્ષ 2024માં બલોનોએ તેને પછાડી. જાન્યુઆરીમાં તેને 17182 ગ્રાહકોએ ખરીદી. જો કે ગત જાન્યુઆરીની સરખામણીમાં 10 ટકા વધારો થયો છે. જાન્યુઆરી 2023માં 15,567 ગ્રાહકોએ ટાટા નેક્સોન ખરીદી હતી. 


ડિઝાયર પાંચમા નંબરે
મારુતિ સુઝૂકીની સૌથી વધુ લોકપ્રિય કાર ડિઝાયર જો કે આ મહિને પાંચમા નંબરે સરકી ગઈ. જાન્યુઆરી 2024માં 16773 ગ્રાહકોએ ખરીદી અને તે 48 ટકાના વાર્ષિક વધારા સાથે છે. મંથલી વેચાણ પણ જો કે વધ્યું છે. 


ટોપ 10માં મારુતિ સુઝૂકીની 7 કાર
જાન્યુઆરી 2024ની ટોપ 10 કારની વાત કરીએ તો 6ઠ્ઠા નંબરે મારુતિ સ્વિફ્ટ રહી જેના 15,370 યુનિટ્સ વેચાયા. જો કે વાર્ષિક વેચાણમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ત્યારબાદ 15,303 કારના વેચાણ સાથે મારુતિ બ્રેઝા એસયુવી સાતમા નંબરે રહી. મારુતિની અર્ટિગા એમપીવી 8માં સ્થાને રહી જેને 14,632 ગ્રાહકોએ ખરીદી. 9માં નંબરે મહિન્દ્રાની સ્કોર્પિયો ગાડી રહી જેના 14,293 યુનિટ વેચાયા. છેલ્લે ટોપ 10માં દસમા નંબરે મારુતિ  Fronx નો નંબર છે જેને 13643 ગ્રાહકોએ ખરીદી. 


બલેનોની કિંમત
મારુતિ સુઝૂકીની સૌથી વધુ વેચાયેલી બલેનોની કિંમતની વાત કરીએ તો એક્સ શોરૂમ કિંમત 6.66 લાખ રૂપિયાથી શરૂ થઈને 9.88 લાખ રૂપિયા સુધી જાય છે. બલેનોના પેટ્રોલ વેરિએન્ટ્સની માઈલેજ 22.94 kmpl સુધી અને સીએનજી વેરિએન્ટ્સની માઈલેજ 30.61 km/kg સુધી છે.