ગત મહિને એટલે કે જુલાઈ 2024માં કઈ કાર પર લોકોએ સૌથી વધુ વ્હાલ વરસાવ્યું છે તે સામે આવી ગયું છે. એટલે કે ગયા મહિનામાં કઈ ગાડીઓ સૌથી વધુ વેચાઈ તેના વેચાણના આંકડા સામે આવ્યા છે અને આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એવડો મોટો ઉલટફેર કે કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવી શકે કે મારુતિની લોકપ્રિય ગાડીઓ વેગનઆર, સ્વિફ્ટ, ટાટાની પંચ વગેરેને પછાડીને આ કાર પહેલા નંબરે  પહોંચી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર બની નંબર વન
જુલાઈ 2024ના વેચાણના જે  આંકડા સામે આવ્યા છે તે મુજબ જુલાઈમાં હુંન્ડાઈ ક્રેટાએ તમામ કારોને પછાડીને નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે. ટાટા પંચ જે તેના આગળના મહિનામાં નંબર વન હતી તેને એવી તે હડસેલી કે તે ચોથા નંબરે પહોંચી ગઈ. ક્રેટાની આંધીમાં મારુતિની લોકપ્રિય ગાડીઓ પણ ઉડી ગઈ. જુલાઈ મહિનામાં વેચાણમાં ટોપ 10 કારની યાદી પર ફેરવો નજર....


1. ટોપ પર હુન્ડાઈ ક્રેટા
હુન્ડાઈ મોટર ઈન્ડિયાની સૌથી વધુ વેચાતી  કાર ક્રેટા જુલાઈ મહિનામાં બીજી કારોની સરખામણીમાં સૌથી વધુ વેચાઈ. આ કારના 17,350 યુનિટ વેચાયા. ક્રેટાના વેચાણમાં વાર્ષિક આધારે જોઈએ તો 23 ટકાથી વધુનું વેચાણ થયું છે. 


2. મારુતિ સુઝૂકી સ્વિફ્ટ
મારુતિ સુઝૂકીની સૌથી વધુ પોપ્યુલર હેચબેક ગત મહિનાથી સતત પહેલા અને બીજા નંબરે છે. જુલાઈમાં સ્વિફ્ટને 16854 ગ્રાહકોએ ખરીદી. બીજા નંબર પર રહેલી સ્વિફ્ટના વેચાણમાં વાર્ષિક આધારે લગભગ 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 


3. મારુતિ સુઝૂકી વેગનઆર
મારુતિ સુઝૂકીની બજેટ હેચબેક વેગનઆર ગત જુલાઈમાં ત્રીજી બેસ્ટ સેલિંગ કાર બની છે. જેણે જબરદસ્ત વાપસી પણ કરી. વેગનઆરના 16,191 યુનિટ વેચાયા અને તેના વેચાણમાં લગભગ 25 ટકાનો ઉછાળો નોંધાયો છે. 


4. ટાટા પંચ
આ વર્ષે ભારતમાં સૌથી વધુ વેચાનારી કાર ટાટા પંચ જુલાઈમાં ટોપ 10 કારોની યાદીમાં ચોથા નંબરે સરકી ગઈ. 16,121 ગ્રાહકોએ  તેને ખરીદી. જો કે આ આંકડા વાર્ષિક આધાર પર 34 ટકાનો વધારો પણ દર્શાવે છે 


5. મારુતિ સુઝૂકી અર્ટિગા
મારુતિ સુઝૂકીની સૌથી લોકપ્રિય 7 સીટર કાર અર્ટિગા જુલાઈ 2024માં પાંચમી બેસ્ટ સેલિંગ કાર બની. જેને 15,701 ગ્રાહકોએ ખરીદી. અર્ટિગાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9 ટકાથી વધુનો વધારો થયો છે.


6. મારુતિ સુઝૂકી બ્રેઝા
મારુતિ સુઝૂકીની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી બ્રેઝાના જુલાઈમાં 14,676 યુનિટ વેચાયા. જો કે તેના વેચાણમાં વાર્ષિક આધાર પર 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 


7. ટાટા નેક્સોન
ટાટા મોટર્સની સૌથી લોકપ્રિય કારોમાંની એક ટાટા નેક્સોનનું ગત જુલાઈમાં 13,902 યુનિટનુ વેચાણ થયું. નેક્સોન અને નેક્સોન ઈવીના વેચાણમાં સંયુક્ત રીતે 12 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. 


8. મહિન્દ્રા સ્કોર્પિયો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી લોકપ્રિય એસયુવી સ્કોર્પિયો એન અને સ્કોર્પિયો ક્લાસિકનું જુલાઈમાં સંયુક્ત રીતે 12,237 યુનિટનું વેચાણ નોંધાયું. જેમાં 16 ટકા વાર્ષિક આધાર પર વધારો નોંધાયો છે. 


9. મારુતિ સુઝૂકી ઈકો
મારુતિ સુઝૂકી ઈકોના જુલાઈમાં 11916 યુનિટ્સ વેચાયા છે. 


10. મારુતિ સુઝૂકી ડિઝાયર
દેશની નંબર 1 સેડાન મારુતિ સુઝૂકી ડિઝાયર માટે જુલાઈ 2024 સારો રહ્યો નથી અને તે ટોપ 10 કારોની યાદીમાં પણ છેલ્લા નંબરે જોવા મળી. ડિઝાયરને 11,647 ગ્રાહકોએ ખરીદી અને તેના વેચાણમાં પણ વાર્ષિક આધાર પર 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.