નવી દિલ્હીઃ મોબાઇલ ફોન યૂઝરને મોટી રાહત મળવાની છે, કારણ કે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈ તરફથી માર્ચ 2024થી ડીએનડી એટલે કે ડૂ-નોટ-ડિસ્ટર્બ એપ સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે. આ સર્વિસ તમામ એન્ડ્રોયડ સ્માર્ટફોન યૂઝર માટે ઉપલબ્ધ રહેશે. નોંધનીય છે કે લાંબા સમયથી ડીએનડી એપ સર્વિસને શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી, હવે એન્ડ્રોયડ યૂઝર્સ માટે તેને લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ ઉઠાવી શકશે ફાયદો
ડીએનડી સર્વિસને સૌથી પહેલા એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ આઈઓએસ યૂઝર્સે હાલ ડીએનડી સર્વિસ માટે રાહ જોવી પડશે, કારણ કે એપલ તરફથી કોલ લોગનું એક્સેસ આપવાની ના પાડી દેવામાં આવી છે, પરંતુ સેક્રેટરી વી રઘુનંદનનું કહેવુ છે કે જલ્દી આઈઓએસ ડિવાઇસ માટે ડીએનડી સર્વિસ શરૂ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Digital દુનિયા! શું તમે જાણો છો એક મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થાય છે?


શું થશે ફાયદો?
ડીએનડી એપ સર્વિસને લોન્ચ કર્યા બાદ બિનજરૂરી મેસેજ અને કોલથી છુટકારો મળી જશે. વર્તમાન સમયમાં નકલી કોલ અને મેસેજ એક મોટી સમસ્યા બનેલા છે. તેવામાં ટ્રાઈ તરફથી નવુ એપ બેસ્ડ સોલ્યૂશન લાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ટ્રાઈ ડીએનડી સર્વિસ પ્રાયલટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે, જેથી એપની ખામીઓમાં સુધારા કરી શકાય. ત્યારબાદ માર્ચમાં આ એપને દરેક યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. 


કઈ રીતે કરશે કામ
ડીએનડી એપને તમારા મોબાઇલ ફોનના કોલ લોગનું એક્સેસ જોઈશે. તેનાથી એપ જાણકારી મેળવશે કે તમારા મોબાઈલ ફોનમાં ક્યાં કોલ અને મેસેજ નકામા છે. 


આ પણ વાંચોઃ હવે ઠંડીમાં સ્વેટર પહેરવાની જરૂર નથી, આ 'હીટર જેકેટ' બટન દબાવતા શરીર કરી દેશે ગરમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube