નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ નવી બ્રોડકાસ્ટ ટેરિફ વ્યવસ્થાથી કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકોના બિલમાં વધારાના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે નવું માળખું હકિકતમાં ટીવીના બિલને ઓછું કરશે. આ પહેલાં ક્રિસિલ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નવા નિયમોથી કેબલ ટીવી અને ડાયરેક્ટ-ટૂ-હોમના ગ્રાહકોનું બિલ વધી જશે, ત્યારબાદ ટ્રાઇનું આ નિવેદન આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે સસ્તી થશે તમારી Home અને Car લોન, EMI માં ફેરફારના ગણિતને આ રીતે સમજો


ટ્રાઇના ચેરમેન રામ સેવક શર્માએ કહ્યું કે આ રિપોર્ટ ટેલિવિઝન વિતરણ બજારની 'અપર્યાપ્ત સમજણ'ના આધારે તૈયાર કરવામાં આવી છે અને આ ખોટું છે. ટ્રાઇએ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''આ રિપોર્ટ અખિલ ભારતીય સ્તર પર ટોપની ચેનલોની પસંદગીના આધારે ટીવી રેટિંગ એજન્સી બાર્કના ફક્ત એક અઠવાડિયાના રિપોર્ટના તૈયાર કરવામાં આવ્યો છે.''

મોટા સમાચાર: ભારતમાં બંધ થઇ થઇ શકે છે WhatsApp, જાણો શું છે કારણ


ટ્રાઇના સચિવ એસ.કે.ગુપ્તાએ કહ્યું કે ''ત્રણ મહિનામાં અમે આશા રાખીએ છીએ કે વિભિન્ન ચેનલોના ભાવમાં ઘટાડો થશે.'' ક્રિસિલના સોમવારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ''ટ્રાઇના નવા દિશાનિર્દેશો હેઠળ નેટવર્ક કેપેસિટી ફીસ (એનસીએફ) અને બ્રોડકાસ્ટર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ દ્વારા જાહેર કરેલી ચેનલોની કિંમત ટેલીવિઝન ચેનલ્સના મોટાભાગના ગ્રાહકોના માસિક બિલ વધી શકે છે. ટ્રાઇએ સ્પષ્ટ કર્યું છે કે નિયમો હેઠળ સર્વિસ પ્રોવાઇડર ગ્રાહકોને નેટવર્ક કેપેસિટી ફીમાં છૂટ આપી શકે છે અથવા તેને સંપૂર્ણપણે મફત કરી શકે છે.