TVS Raider: આવી ગઈ ધમાકેદાર બાઇક, બ્લેક પેન્થર અને આયરન મેનની દેખાશે ઝલક, જાણો ખાસિયત
TVS Raider: આ બાઇકના બે વર્ઝન લોન્ચ કરવામાં આવ્યા છે. એક વર્ઝન આયરન મેનથી તો બીજુ બ્લેક પેન્થરથી ઇન્સ્પાયર્ડ છે. આયરન મેન રેડ એન્ડ બ્લેક કલરમાં બ્લેક પેન્થર બ્લેક એન્ડ પર્પલ કલરમાં દેખાશે.
નવી દિલ્હીઃ Black Panther And Iron Man: TVS રેડરે એવી બે બાઇક લોન્ચ કરી છે જે માર્વેલ સુપરહીરોથી પ્રેરિત છે. વાસ્તવમાં, TVS મોટર કંપનીએ Raider 125 ની સુપર સ્ક્વોડ એડિશન લોન્ચ કરી છે, જે આયર્ન મૅન અને બ્લેક પેન્થર જેવા આઇકોનિક માર્વેલ સુપર હીરોથી વિઝ્યુઅલી પ્રેરિત છે. બંને મોડલમાં એકથી વધુ ફીચર્સ અને શાનદાર ડિઝાઇન રજૂ કરવામાં આવી છે. આયર્ન મૅન ગ્રાફિક્સ સાથેનો સુપર સ્ક્વોડ વેરિઅન્ટ લાલ અને કાળો છે જ્યારે બ્લેક પેન્થર પ્રેરિત વેરિઅન્ટ કાળો અને જાંબલી છે.
હકીકતમાં, TVS એ આ બંને વાહનોના સ્પેશિયલ વેરિઅન્ટ્સ લોન્ચ કરવા માટે માર્વેલ સાથે સહયોગ કર્યો છે. આ સ્પેશિયલ એડિશન બાઇક કંપનીની અધિકૃત ડીલરશિપ પર ઉપલબ્ધ હશે. કહેવામાં આવી રહ્યું છે કે માર્કેટમાં આ બાઇકની સીધી ટક્કર બજાજ પલ્સર 125 સાથે છે, જેનું સેગમેન્ટમાં ઘણું વેચાણમાં છે. નિષ્ણાતો માને છે કે નવી પેઢીના ગ્રાહકોને આકર્ષવા માટે, કંપનીએ માર્વેલ સુપર હીરોની થીમ સાથે રેઇડરને રજૂ કર્યું છે અને તે જોવામાં ખૂબ જ જબરદસ્ત છે.
આ પણ વાંચોઃ જિયોનો સૌથી સસ્તો પ્લાન, 149 રૂપિયામાં ડેટા અને કોલિંગની મજા, સાથે OTT ફ્રી
TVS Raider એક ખૂબ જ આકર્ષક બાઇક માનવામાં આવે છે. બ્લેક પેન્થર અને આયર્ન મૅનના ગ્રાફિક્સ મળ્યા બાદ તેમનો લુક વધુ આકર્ષક બની ગયો છે. તેની એક્સ-શોરૂમ દિલ્હી કિંમત 98,919 રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TVS મોટર કંપનીમાં માર્કેટિંગ, કોમ્યુટર્સ કોર્પોરેટ બ્રાન્ડ અને ડીલર્સ ટ્રાન્સફોર્મેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ હલ્દર કહે છે કે હવે માર્વેલ સાથે મળીને અમે TVS Raiderની સુપર સ્ક્વોડ એડિશન લૉન્ચ કરીને વધુ એક સફળ પગલું ભર્યું છે.
આ સાથે જણાવવામાં આવ્યું છે કે ટીવીએસે રેડર 125ના આ સ્પેશિયલ એડિશન મોડલમાં કોઈ પ્રકારના મિકેનિકલ ફેરફાર કર્યાં નથી. આ બાઇકમાં 124.8 સીટી એર કૂલ્ડ એન્જિન આપ્યું છે, જે સારી હીટ મેનેજમેન્ટ માટે ઈન્ટરનલ ઓયલ કૂલરની સાથે આવે છે. એન્જિન 11.22 bhp નો પાવર અને 11.2 Nm નો ટોર્ક જનરેટ કરે છે, આ બાઇક તમને 5 સ્પીડ ગિયરબોક્સની સાથે મળશે. એવરેજ વધારવા માટે કંપની સાયલેન્ટ મોટર સ્ટારટરનો ઉપયોગ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube