સાન ફ્રાન્સિસકો: ટ્વીટરે સાઉદી અરબ સરકાર સમર્થિત છ હજાર (5929) જેટલા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. પ્લેટફોર્મના માધ્યમથી આ એકાઉન્ટનો ઉપયોગ સાઉદી અરબ સરકાર સમર્થિત સૂચના સંચાલન માટે થતો હતો. બંધ કરાયેલા તમામ એકાઉન્ટ તે 88 હજાર એકાઉન્ટના મૂળમાં હતાં જેમણે વાઈડ રેન્જ ઓફ ટોપિક્સમાં સ્પમી હરકતોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટરે શુક્રવારે કહ્યું કે તેણે હંમેશા માટે આ એકાઉન્ટ્સને પોતાના પ્લેટફોર્મથી સસ્પેન્ડ કરી દીધા છે. ટ્વીટરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સંભવિત રીતે કરાર કરાયેલા એકાઉન્ટ્સની ગોપનીયતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમે આ 88 હજાર એકાઉન્ટ્સના ડેટાનો ખુલાસો કર્યો નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube