નવી દિલ્હીઃ Twitter યૂઝર્સ માટે સારા સમાચાર છે. ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કે શુક્રવારે કહ્યું કે ટ્વિટર પોતાના કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સની સાથે જાહેરાતની કમાણી શેર કરવાનું શરૂ કરી દેશે. મસ્કે શુક્રવારે કહ્યું કે, કોઈ ક્રિએટરના રિપ્લાઈ થ્રેડ પર દેખાતી જાહેરાતથી થનારી કમાણી શેર કરવામાં આવશે. તે માટે યૂઝર્સનું બ્લુ વેરિફાઇડ એકાઉન્ટ હોવું જરૂરી છે. પરંતુ મસ્કે રેવેન્યૂના તે ભાગ વિશે જાણકારી આપી નથી, જેને યૂઝર્સની સાથે શેર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્ટેન્ટ મોડરેશન નિયમો માટે મસ્કના દ્રષ્ટિકોણ વિશે ચિંતાઓ વચ્ચે ટ્વિટરે જાહેરાત આપનારને પોતાના રેવેન્યૂને પ્રભાવિત કરતા જોયા છે. કંપનીનો કાર્યભાર સંભાળ્યા બાદ, મસ્કે કહ્યું કે ટ્વિટરે રેવેન્યૂમાં મોટો ઘટાડો જોયો અને જાહેરાત આપનાર પર દબાવ નાખવા માટે એક્ટિવિસ્ટ ગ્રુપને દોષી ઠેરવ્યા છે. 


ટ્વિટરના સીઈઓના રૂપમાં મસ્કે ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન સર્વિસ માટે ખર્ચ ઓછો કરવા અને નવા પ્લાન્સને રજૂ કરવા પર ફોકસ કર્યું છે, જે માંગ બાદ વેરિફાઇડ બેઝ પ્રદાન કરે છે. આ સિવાય મસ્કે શુક્રવારે કહ્યું કે લિગેસી બ્લૂ વેરિફાઇડને થોડા મહિનામાં ખતમ કરી દેવામાં આવશે કારણ કે તે ડીપલી કરપ્ટેડ હતું. 


જિયોનો 231 રૂપિયાનો એકદમ તગડો પ્લાન, 11 મહિના સુધી મન હોય એટલી વાત કરો


મસ્કે પહેલા કહ્યું હતું કે ટ્વિટરનું અધિગ્રહણ ધ એવરીથિંગ એપ બનાવવા માટે એક માસ્ટર પ્લાનનો ભાગ હશે. મસ્ક પ્રમાણે આ એપ સોશિયલ નેટવર્કિંગ, પીયર-ટૂ-પીયર પેમેન્ટ અને ઈ-કોમર્સ શોપિંગની રજૂઆત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube