Upcoming Cars In July 2023: આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી કાર્સ લોન્ચ કરવામાં આવી છે અને હવે જુલાઈ મહિનામાં ઘણી નવી કાર્સ લોન્ચ થવા જઈ રહી છે. જુલાઈના શરૂઆતના દિવસોમાં જ મારુતિ સુઝુકી અને કિયા દ્વારા એક-એક નવી કાર લોન્ચ કરવામાં આવનાર છે. આ સિવાય હ્યુન્ડાઈ આ મહિને તેની નવી માઈક્રો એસયુવી પણ લોન્ચ કરશે. હોન્ડા પણ તેની નવી કોમ્પેક્ટ SUV માટે બુકિંગ શરૂ કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ (જુલાઈ 4)
કિયા સેલ્ટોસ ફેસલિફ્ટની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. સેલ્ટોસને ભારતમાં સૌપ્રથમવાર 2019માં લોન્ચ કરવામાં આવી હતી. હવે તેનું ફેસલિફ્ટ વર્ઝન 4 જુલાઈએ લોન્ચ થશે. તે Hyundai Creta ને જોરદાર ટક્કર આપશે. તેમાં ADAS પણ ઉપલબ્ધ હશે.


મારુતિ ઈન્વિક્ટો (5 જુલાઈ)
આ મારુતિ સુઝુકીની નવી પ્રીમિયમ MPV હશે અને કંપનીની સૌથી મોંઘી કાર હશે. તે 5 જુલાઈએ લોન્ચ થશે. તે ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર બેસ્ડ છે. જોકે તેની ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી શકે છે. ADAS સાથે આવનારી આ પહેલી મારુતિ કાર હશે.


Hyundai Xeter (જુલાઈ 10)
Hyundai Xtor કંપનીની સૌથી નાની SUV હશે અને હવે તેની રાહનો અંત આવવાનો છે. આ માઇક્રો એસયુવી માર્કેટમાં ટાટા પંચને ટક્કર આપશે. તેનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તેમાં સનરૂફ પણ હશે.


હોન્ડા એલિવેટ (બુકિંગ)
Honda Elevate મે 2023 માં જાહેર કરવામાં આવી હતી પરંતુ તે હજુ સુધી લોન્ચ કરવામાં આવી નથી. જોકે, તેનું બુકિંગ આ મહિનાથી શરૂ થઈ જશે. ફેસ્ટિવ સિઝનમાં કંપની દ્વારા સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. આ કાર ઘણા પ્રીમિયમ ફીચર્સ સાથે આવશે.


આ પણ વાંચો:
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube