Car Launch In July: જુલાઈ મહિનામાં ઘણી કાર લોન્ચ થવા જઈ રહી છે, જેમાંથી બે કાર (એક MPV અને એક SUV) જુલાઈના પહેલા સપ્તાહમાં જ રજૂ કરવામાં આવશે. સૌ પ્રથમ, 4 જુલાઈના રોજ, કિયા તેના સેલ્ટોસનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરશે અને પછી તેના બીજા જ દિવસે, 5 જુલાઈના રોજ, મારુતિ સુઝુકી તેની Invicto MPV લોન્ચ કરશે, જે Toyota Innova Highcross પર આધારિત હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kia નેક્સ્ટ જનરેશન સેલ્ટોસ
Kia નેક્સ્ટ જનરેશન સેલ્ટોસ 4 જુલાઈના રોજ લોન્ચ કરશે. રસ ધરાવતા ખરીદદારો રૂ.25,000ની પ્રી-બુકિંગ રકમ સાથે તેને બુક કરી શકે છે. વર્તમાન મોડલની તુલનામાં, 2023 કિયા સેલ્ટોસ ફેસલિફ્ટના ડિઝાઇન તત્વો બદલાયેલા દેખાશે. જો કે, મૂળ ડિઝાઇન જાળવી રાખવામાં આવશે. અંદરથી, કારમાં નવી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળવાની અપેક્ષા છે. ત્રણ એન્જિન ઓપ્શન આપવામાં આવી શકે છે.


Maruti Invicto
મારુતિ સુઝુકી 5 જુલાઈના રોજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત પ્રીમિયમ 7-સીટર MPV ઈન્વિક્ટો લોન્ચ કરશે. કાર નિર્માતાએ પહેલેથી જ ₹25,000ની કિંમતે કાર માટે બુકિંગ શરૂ કરી દીધું છે. તેને પોર્ટફોલિયોમાં XL6ની ઉપર મૂકવામાં આવશે. Invicto એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે - Alpha +, જે મજબૂત હાઇબ્રિડ સેટઅપમાં હશે. તે 2.0-લિટર, ચાર-સિલિન્ડર પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેન દ્વારા સંચાલિત કરવામાં આવશે. મારુતિની આ સૌથી મોંઘી કાર હશે.


આ પણ વાંચો:
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ

મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube