Affordable Car: 10 લાખથી સસ્તી કાર ખરીદવી હોય તો રોકાઈ જજો! માર્કેટમાં ધમાકો કરવા આવી રહી છે આ 5 કાર્સ
Car Launch in india: જો તમે પણ 10 લાખના સેગમેન્ટમાં લક્ઝુરિયસ કાર શોધી રહ્યા છો, તો થોડોક સમય રોકાઈ જાઓ કારણ કે ટૂંક સમયમાં જ માર્કેટમાં પાંચ ધમાકેદાર કાર લોન્ચ થવા જઈ રહી છે.
Cars under 10 Lakh in india: ભારતમાં હંમેશા સસ્તા વાહનોની માંગ રહી છે. જો તમે પણ રૂ. 10 લાખના સેગમેન્ટમાં તમારા માટે બેસ્ટ કાર શોધી રહ્યા છો, તો થોડા દિવસો રાહ જુઓ. કારણ કે ટૂંક સમયમાં જ માર્કેટમાં પાંચ ધમાકેદાર કાર લોન્ચ થવા જઈ રહી છે. અહીં અમે તમારા માટે તમામ કારોનું લિસ્ટ લાવ્યા છીએ.
1.Hyundai Exter
Hyundai ભારતમાં તેની પ્રથમ માઈક્રો એસયુવી લોન્ચ કરવા જઈ રહી છે. કંપની એક પછી એક તેની ડિઝાઇન અને ફીચર્સ જાહેર કરી રહી છે. તેની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. તે 10મી જુલાઈના રોજ માર્કેટમાં લોન્ચ થવાની છે. તેની શરૂઆતી કિંમત 10 લાખ રૂપિયા હોઈ શકે છે.
2. Tata Nexon Facelift
નેક્સોન ફેસલિફ્ટ ઓગસ્ટ 2023 ની આસપાસ આવવાની અપેક્ષા છે. તેની શરૂઆતી કિંમત 8 લાખ રૂપિયા હશે. Nexon SUVનું આ બીજું ફેસલિફ્ટ મોડલ હશે. અપડેટેડ મોડલમાં તેની ડિઝાઇનમાં મોટો ફેરફાર થશે.
આ પણ વાંચો:
શું ખરેખર પનોતી છે આ 5 સ્ટાર કિડ્સ? તેઓ જે ફિલ્મમાં હોય છે તે જાય છે ફ્લોપ
ભુક્કા કાઢી નાખ્યા આ કારે, 1 લાખ લોકોનું કાર માટે વેઈટિંગ, આપે છે 26KMની માઈલેજ
અનન્યા પાંડેએ હોટ લુક્સથી મચાવી તબાહી, આ તસવીરો જોઈને લોકો થયા બેકાબૂ
3. Tata Punch CNG
ટાટા મોટર્સે તાજેતરમાં ભારતીય બજારમાં Altroz CNG લોન્ચ કરી છે. આ પછી આગામી મહિનાઓમાં Tata Punch CNG શરૂ કરવામાં આવશે. તેમાં ડ્યુઅલ-સિલિન્ડર ટેક્નોલોજી હશે, જેમાં બૂટ ફ્લોરની નીચે બે 30-લિટર ટેન્ક હશે.
4. Kia Sonet Facelift
2024ની શરૂઆતમાં ભારતમાં તેના લોન્ચની અપેક્ષા રાખી શકાય છે. સોનેટ સેગમેન્ટમાં ટેક-લોડેડ ઓફર તરીકે ચાલુ રહેશે અને અમે અપડેટ કરેલ મોડલમાં કેટલીક નવી સુવિધાઓની અપેક્ષા રાખી શકીએ છીએ.
5. New-Gen Honda Amaze
હોન્ડાની લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન ટૂંક સમયમાં નવી પેઢીનું મોડલ મળશે. તેને 2024માં લોન્ચ કરવામાં આવશે. સેડાન 1.2-લિટર i-VTEC એન્જિન દ્વારા સંચાલિત હશે, જે 90 bhp અને 110 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.
આ પણ વાંચો:
Chhipkali upay: ગરોળીના ત્રાસથી પરેશાન છો! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube