Hyundai Creta Rival: ભારતીય કાર બજારમાં મિડ સાઈઝ એસયુવી સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. હાલમાં, હ્યુન્ડાઇ ક્રેટા સેગમેન્ટમાં સૌથી વધુ વેચાઈ રહી છે. જોકે, ક્રેટા માટે ટૂંક સમયમાં મુશ્કેલીઓ વધવાની છે. એક પછી એક, 3 મીડ સાઈઝ SUV ક્રેટાને ઘેરી લેવા જઈ રહી છે. Honda to Kia અને Citroën જેવી કંપનીઓ તેમની નવી કાર્સ માર્કેટમા લાવી રહી છે. ખાસ વાત એ છે કે 3માંથી 2 કાર જુલાઈમાં જ લોન્ચ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kia Seltos facelift - જુલાઈ 2023
સેલ્ટોસનું ફેસલિફ્ટ મોડલ આવતા મહિને આવશે. સેલ્ટોસ ફેસલિફ્ટમાં ટ્વીક્ડ એક્સ્ટીરીયર ડિઝાઇન, પેનોરેમિક સનરૂફ, ડેશબોર્ડ પર ટ્વીન ડિસ્પ્લે સેટઅપ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 360-ડિગ્રી કેમેરા, પાવર્ડ ટેલગેટ મળી શકે છે. આમાં ADASની સુવિધા પણ મળી શકે છે.


Honda Elevate - જુલાઈ 2023
Honda Cars એ Creta અને Grand Vitara સાથે સ્પર્ધા કરવા માટે તાજેતરમાં Honda Elevate મિડ-સાઈઝ SUV રજૂ કરી. આ મૉડલ આવતા મહિને લૉન્ચ થવાની ધારણા છે.  હોન્ડા એલિવેટને છ-સ્પીડ મેન્યુઅલ યુનિટ અને CVT યુનિટ સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળી શકે છે. 


Citroen C3 Aircross - ફેસ્ટીવ સીઝન
Citroen એ આ વર્ષે એપ્રિલમાં ભારતીય બજાર માટે C3 એરક્રોસ રજુ કરી. C3 હેચબેક પર આધારિત સાત સીટવાળી SUVની કિંમતો આ વર્ષના અંતમાં તહેવારોની સીઝન દરમિયાન જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. C3 એરક્રોસ 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે.


આ પણ વાંચો:
આગામી બે દિવસ આ રાજ્યો તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા

સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube