ઝી બ્યૂરો, અમદાવાદઃ જો કોઈ તમને કહે કે, તમે તમારા સપનાને નિયંત્રિત કરી શકશો તો? જી હાં, એક એવું ડિવાઈસ વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે, જેને પહેરીને તમે તમારા સપના પર કંટ્રોલ કરી શકશો. તે પણ હાથમાં એક નાનું ડિવાઈસ પહેરીને.સપનાને કંટ્રોલ કરવાના આ ડિવાઈસનું નામ ડોરિમો છે. તેને મોજાની જેમ પહેરવામાં આવે છે. જેમાં અનેક પ્રકારના સેન્સર્સ લગાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે સૌ સુતા સમયે સપના જોઈએ છે. કોઈ સપના સારા હોય છે તો કોઈ ખરાબ. કેટલાક સપના એવા હોય છે કે જે યાદ રહી જાય છે. સપના પર કોઈનું નિયંત્રણ નથી. તમે ઈચ્છો તો પણ કોઈ સારું સપનું સતત નથી જોઈ શકતા કે ખરાબ સપનાથી છુટકારો નથી પામી શકતા. પરંતુ જો કોઈ તમને કહે કે, તમે તમારા સપનાને નિયંત્રિત કરી શકશો તો? જી હાં, એક એવું ડિવાઈસ વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે, જેને પહેરીને તમે તમારા સપના પર કંટ્રોલ કરી શકશો. તે પણ હાથમાં એક નાનું ડિવાઈસ પહેરીને. જાણો શું છે આ ડિવાઈસ..


અમેરિકાના વૈજ્ઞાનિકો એક ખાસ ડિવાઈસ બનાવી રહ્યા છે. મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો સપનાને હેક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. MITની ડ્રીમ લેબમાં આ ડિવાઈસ બનાવવામાં આવી રહ્યું છે. જેથી કોઈપણ શખ્સ ઈચ્છા પ્રમાણેના સપના જોઈ શકશે. એટલે કે તમારે જે જોવું છે એ જ તમને સપનામાં દેખાશે.


MIT ડ્રીમ લેબના સંશોધન કરનાર રિસર્ચર એડમ હોરોવિટ્ઝે જણાવ્યું કે, વ્યક્તિના જીવનનો મોટો સમય સપના જોવામાં જાય છે. જો સપનાઓ પર તમારો કંટ્રોલ રહેશે તો તેમનું વ્યક્તિત્વ વધારે નિખરશે. તમે રાત્રે ખરાબ સપનું જોઈને સવારે પરેશાન નહીં થાઓ. અનેક વાર લાંબા સમય સુધી ખરાબ સપના તમારા મગજ પર અસર કરે છે. જો આ ડિવાઈસ બની જશે તો વ્યક્તિની ક્ષમતા પણ વધશે.


સપનાને કંટ્રોલ કરવાના આ ડિવાઈસનું નામ ડોરિમો છે. તેને મોજાની જેમ પહેરવામાં આવે છે. જેમાં અનેક પ્રકારના સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. જેનાથી ખબર પડશે કે સુતેલો વ્યક્તિ સભાન છે કે અર્ધ-બેભાન અવસ્થામાં. આ બંને વચ્ચેની સ્થિતિને હિપ્નાગોગિયા કહેવામાં આવે છે. હાલ 50 લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ડિવાઈસમાં ફેરફાર કરવાના બાકી છે.


ડોરિમો હિપ્નાગોગિયાની સ્થિતિમાં રહેતા વ્યક્તિના મગજમાં બની રહેલી તસવીરો અને આભાસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ડિવાઈસમાં પ્રી-રેકોર્ડેડ મેસેજીસ છે. જેનો ઉપયોગ 50 લોકો પર કરવામાં આવ્યો. જ્યારે આ ડિવાઈસમાં ટાઈગર શબ્દ બોલવામાં આવ્યો, ત્યારે લોકોને સપનામાં ટાઈગર દેખાયો હતો. જો આ ડિવાઈસ અપેક્ષા મુજબ કામ કરશે તો, તમે ઉડી શકો છો, ફરી શકો છો, જેમ કરવું હોય એમ કરી શકો છો. આ સપના વર્ચ્યુઅલ રિયાલિટી કરતા વધુ સ્પષ્ટ અને આભાસી હશે. જો કે, કુદરતી ક્રમને તોડીને આવી રીતે જોવામાં આવતા સપના કેટલાક કારગત નિવડશે તે સવાલ છે.