મુંબઈ : શું તમને ખબર છે તમારું જીમેઇલ ઇન્ટરનેટ વગર કામ કરી શકે છે. ગૂગલે હાલમાં જીમેઇલને રિડિઝાઇન કરીને એમાં અનેક નવા ફિચર્સ ઉમેર્યા છે. હાલમાં જીમેઇલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ ફિચર એડ કરવામાં આવ્યું છે. આ સિવાય જીમેઇલમાં ઓફલાઇન સપોર્ટ નામનું એક નવું ફિચર પણ એડ કરવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી તમે ઇન્ટરનેટ વગર પણ જીમેઇલ ચલાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નવા ફિચર અંતર્ગત ઇન્ટરનેટ ન હોય તો પણ તમે મેઇલ વાંચી શકો છો અને નવા મેઇલ રિસીવ કરી શકો છો. આ ફંક્શનમાં તમે મેલ ડિલિટ પણ કરી શકો છો અને મેઇલ મોકલી પણ શકો છો. 


ઓફલાઇન જીમેઇલ વાપરવા માટે જરૂરી સ્ટેપ
સ્ટેપ 1: સૌથી પહેલાં ક્રોમ 61 ડાઉનલોડ કરો
સ્ટેપ 2: જીમેઇલની ટોપ રાઇટ સાઇટ પર જઇને gear-like Settingsને ક્લિક કરો
સ્ટેપ 3: ડ્રોપ ડાઉન મેનુમાં જઈને ‘Settings’  ટેબ પર ક્લિક કરો
સ્ટેપ 4: મેનુમાં જઈને ‘Offline’ ટેબ પર ક્લિક કરો
સ્ટેપ 5: ‘Enable offline mail’ ઓપ્શન પર ક્લિક કરો


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...