આઇફોન નિર્માતા કંપની એપ્પલ ઈંક પોતાના 5G નેટવર્કવાળા આઇફોનને વર્ષ 2020 સુધી અટકાવી રાખવાનો પ્લાન બનાવી રહી છે. એટલે કે યૂજર્સને હવે આગામી વર્ષે એપ્પલના 5G નેટવર્ક વાળા આઇફોન નહી મળી શકે. આ યોજના સાથે જોડાયેલા લોકોએ આ અંગે જાણકારી આપી છે. એપ્પલ દ્વારા થનાર લેટનો લાભ પ્રતિદ્વંદી કંપની અને અન્ય કંપનીઓને મળી શકે છે. તે પોતાની સાથે વધુ ગ્રાહકોને જોડી શકે. આ કંપનીઓ 2019માં 5G નેટવર્કવાળા સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4G ભૂલી જાવ, TRAI સચિવે કહ્યું ક્યારે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ


એપ્પલનું અનુમાન સાચુ નિકળ્યું હતું
ગત વખતની માફક 3G અને 4G નેટવર્કવાળા બે જનરેશનની મોબાઇલ ટેક્નોલોજીની માફક એપ્પલ આગામી પેઢી એટલે કે 5G નેટવર્કની શરૂઆતી તૈનાતીના એક વર્ષ બાદ સુધી રાહ જોશે. એપ્પલના 4G નેટવર્કના આગમન સમયનો અનુભવ ઘણી હદ સુધી યોગ્ય રહ્યો હતો. ત્યારે આ પ્રશ્ન ઉદભવ્યો હતો કે શું નવા નેટવર્ક અને પ્રતિદ્વંદી સ્માર્ટફોનના પ્રથમ વર્જન અસમાન કવરેજ એટલે કે નેટવર્ક જેવી સમસ્યાઓ સાથે આવશે? અને શું એવામાં ગ્રાહકોને તાત્કાલિક 5G અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે. તેના આધારે એપ્પલની રાહ જોવાની યોજના કેટલીક હદે યોગ્ય સાબિત થઇ શકે છે. 

Jio વિરૂદ્ધ 'મહાગઠબંધન' બનાવશે Airtel અને Vodafone-Idea, શું ગ્રાહક પર થશે અસર?


વિવાદ પણ થઇ છે કારણ 
એમ માનવામાં આવી રહ્યું છે કે એપ્પલના આ નિર્ણય પાછળ એક કારણ 5G યુક્ત ચિપ બનાવનાર કંપની ક્વાલકોમ ઇંકની સાથે વિવાદ પણ થઇ શકે છે. સમાચારો અનુસાર ઇંટેલ જેવી કંપની સાથે પાર્ટનરશિપ પણ કામ લાગશે નહી કારણ કે વર્ષ 2019માં 5G નેટવર્કવાળા ચિપને કદાચ ઉપલબ્ધ કરાવી ન શકે. એવામાં આ નિર્ણયથી પહેલાંથી જ સાચવીને પગલાં ભરી રહી છે. જ્યારે એપ્પલ પાસે આ અંગે ટિપ્પણી માંગી તો કંપનીએ તેનો કોઇ જવાબ આપ્યો નહી. 

Google ભારતમાં લાવ્યું નવી ટેક્નોલોજી, આ પ્રોવાઇડરો સાથે મિલાવ્યો હાથ


વર્ષ 2019નો સમય છે અલગ
આ પહેલાં કેલિફોર્નિયા સ્થિત કંપની કૂપર્ટિનોએ નવા વાયરલેસ નેટવર્કવાળા ફોન એક વર્ષ રાહ જોયા બાદ લોંચ કર્યા હતા. તેનાથી તેને કોઇ ખાસ સમસ્યા આવી ન હતી. આ પ્રકારે વર્ષ 2007માં આઇફોન પોતાના પ્રતિદ્વંદીથી ખૂબ દૂર હતી, તેનું કારણ હતું ધીમું કનેક્શન. ત્યારે તેને 2G એઝ નેટવર્કના નામે ઓળખવામાં આવતું હતું. ત્યારે તેને પહેલા ખરીદનારો માટે આ કોઇ મોટી વાત નથી. પરંતુ 2019માં સમય અલગ હતો. 4G થી 5G સુધીની છલાંગ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે નવા ડિવાઇસના વેચાણમાં મોડું થશે નહી. 

મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી, લોંચ થશે Samsung નો 5G સ્માર્ટફોન


ઘણી કંપનીઓ છે તૈયાર
5G નેટવર્કવાળા સ્માર્ટફોન માટે આગામી વર્ષે ઘણી કંપનીઓ કમર કસી ચૂકી છે. સેમસંગ પોતાના ગેલેક્સી રેંજમાં 5G ફોન ઉતારવાની તૈયારીમાં છે. આ પ્રકારે ચીનની મોબાઇલ નિર્માતા કંપની ઓપ્પો અને હુવાવેઇએ પણ 5G હેંડસેટ લોંચ કરવાના સંકેત આપ્યા છે. બ્લૂમબર્ગના સમાચાર અનુસાર ગાર્ટનર ઇંકમાં એનાલિસ્ટ માર્ક હંગ કહે છે કે એપ્પલ શરૂથી જ સેલુલર ટેક્નોલોજીમાં સુસ્ત રહી છે. એપ્પલે આવી સ્થિતિમાં શરૂઆતમાં પોતાનો પ્રભાવ બતાવ્યો ન હતો.