આ ફોન માર્કેટમાં મચાવી રહ્યો છે ધમાલ, આ મામલે iPhone 14 પણ તેની સામે ફેલ
Apple iPhone 14 સીરીઝા લોન્ચ થઇ ચૂકી છે. તેની ચર્ચા ચોતરફ થઇ રહી છે. ફેન્સ તેને ખરીદવા માટે લાઇનમાં લાગી ગયા છે. iPhone હંમેશાથી જ પોતાની વધુ કિંમત માટે જાણિતો છે. iPhone 14 Pro Max (1TB) ની કિંમત 1,89,900 રૂપિયા છે.
Apple iPhone 14 સીરીઝા લોન્ચ થઇ ચૂકી છે. તેની ચર્ચા ચોતરફ થઇ રહી છે. ફેન્સ તેને ખરીદવા માટે લાઇનમાં લાગી ગયા છે. iPhone હંમેશાથી જ પોતાની વધુ કિંમત માટે જાણિતો છે. iPhone 14 Pro Max (1TB) ની કિંમત 1,89,900 રૂપિયા છે. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન છે. પરંતુ આજેપણ તમને એવા સ્માર્ટફોન વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેની કિંમત અઢી લાખ રૂપિયા છે. સાંભાળીને તમે પણ દંગ રહી જશો અને વિચારી રહ્યા હશો કે તેમાં શું ખાસ છે. આવો જાણીએ.
Vertu Aster P Rococo Diamond Price In India
અમે જે સ્માર્ટફોન વિશે જણાવવા જઇ રહ્યા છીએ તેનું નામ Vertu Aster P Rococo Diamond છે. તમને જણાવી દઇએ કે Vertu પ્રીમિયમ સ્માર્ટફોન્સ બનાવે છે. જેની કિંમત લાખોમાં હોય છે. iPhone 14 Pro Max આવ્યા બાદ આ ફોન ફરી ચર્ચામાં આવી છે. Vertu Aster P Rococo Diamond ની ભારતીય કિંમત 249,900 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે આટલી કિંમતમાં 3 iPhone 14 આવી શકે છે.
આ તહેવારો પર Hero લોન્ચ કરશે 8 નવા સ્કૂટર અને બાઇક! આ Electric Scooter પણ આવશે
Vertu Aster P Rococo Diamond Specifications
Vertu Aster P Rococo Diamond માં 4.97 ઇંચની સફાયર ક્રિસ્ટલ ડિસપ્લે છે. ફોનમાં Android 8.1 Operating System મળે છે. પ્રોસેસરની વાત કરીએ, તો ફોનમાં Qualcomm Snapdragon 660 with Kryo CPU 64-bit Processor મળે છે. તેમાં 6GB RAM અને 256GB સ્ટોરેજ ઓફર કરવામાં આવે છે.
Vertu Aster P Rococo Diamond Camera
Vertu Aster P Rococo Diamond માં 20MP રિયર કેમેરા મળે છે અને ફ્રન્ટ કેમેરા 12MPનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનમાં Global Plug Head Wall Charger મળે છે. આ ઉપરાંત બોક્સમાં હેડ્સ ફ્રી, યૂએસબી કેબલ અને યૂઝર મેન્યુઅલ મળે છે.
Vertu Aster P Rococo Diamond Battery
Vertu Aster P Rococo Diamond માં 3200mAh ની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે નોર્મલ યૂઝ પર 26 કલાક બેટરી બેકઅપ મળે છે. Vertu ના સ્માર્ટફોન પોતાની કિંમત અને ડિઝાઇનના લીધે ખૂબ પોપુલર છે.