નવી દિલ્હી: વીવોએ ચીનમાં બે નવા સ્માર્ટફોન Vivo X27 અને Vivo X27 Pro લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા છે. Vivo X27 નો સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ અને Vivo X27 Pro નો 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવી છે. Vivo X27 ની કિંમત 3198 યુઆન (લગભગ 32900 રૂપિયા) અને Vivo X27 Pro ની કિંમત 3998 યુઆન (લગભગ 41100 રૂપિયા) છે. ચીનમાં તેનો સેલ 23 માર્ચના રોજ શરૂ થશે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કિંમત કેટલી હશે તેને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos: આ છે ઉડતી મોટરસાઇકલ, હવામાં પહોંચવામાં લે છે 60 સેકન્ડનો સમય


Vivo X27 ના સ્પેસિફિકેશન
આ એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેના બે વેરિએન્ટ છે. આ એન્ડ્રોઇડ 9.0 Pie પર કામ કરે છે. તેની ડિસ્પ્લે 6.39 ઇંચની ફૂલ એચડી છે જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ અને ઓસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. પ્રોસેસરની વાત કરીએ તો હેક્સા-કોર ક્વોલકમ સ્નૈપડ્રૈગન 710 SoC નો ઉપયોગ કરવામાં આવ્યો છે. RAM 8 જીબી છે જે બે વેરિએન્ટ- 128 જીબી ઇન્ટરનલ મેમરી અને 256 જીબી મેમરી સાથે આવે છે.

Voter ID માં છે ખોટી જાણકારી, ઘરબેઠા ચપડીમાં કરો અપડેટ કરો નામ, સરનામું અને ફોટો


ટ્રિપલ રિયર કેમેરા ફ્લેશ સાથે આપવામાં આવી છે. પ્રાઇમરી સેંસર 48 મેગાપિકસલ છે. તેની સાથે 13 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. 16 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 4000mAh ની છે. 256 જીબી વેરિએન્ટ ફ્લેશ ચાર્જિંગ ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે. 

Xiaomi RedmiGo: લોન્ચ થયો સસ્તો અને સારો ફોન, 4,999માં મળશે આ ફિચર્સ


Vivo X27 Pro સ્પેસિફિકેશન
તેની ડિસ્પ્લે 6.7 ઇંચ છે. જેનો આસ્પેક્ટ રેશિયો 20.5:9. આ ઓક્ટા કોર સ્નૈપડ્રૈગન 710 SoC પ્રોસેસર પર કામ કરે છે. તેમાં પણ ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી રિયર કેમેરો 48 મેગાપિક્સલ અને સેલ્ફી કેમેરો 32 મેગાપિક્સલનો છે. તેની બેટરી 4000mAh ની છે.