Vivo V20 Pro 5Gનું પ્રી-બુકિંગ ભારતમાં શરૂ, કિંમત અને ફીચર્સનો ખુલાસો
Vivo V20 Pro 5G ને ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ કરવાની આશા છે. હેન્ડસેટમાં ત્રિપલ રિયર કેમેરાઅને 6.44 ઇંચ ડિસ્પ્લે હોઈ શકે છે.
નવી દિલ્હીઃ Vivo V20 Pro 5Gની ભારતમાં કિંમતનો ખુલાસો થઈ ગયો છે. ફલાઇન સૂત્રોના હવાલાથી 91mobiles એ વીવો વી20 પ્રો 5Gની કિંમતની જાણકારી આપી છે. આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ફોનનું દેશમાં પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ પહેલા જાણવા મળ્યું હતું કે હેન્ડસેટને 30 હજાર રૂપિયાથી ઓછામાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
આ સિવાય વીવો વી20 પ્રો 5જીના ઈન્ડિયન મોડલના સ્પેસિફિકેશન્સ અને પ્રી-બુલિંગ બેન્ક ઓફર્સની પણ જાણકારી મળી છે. વીવો વી20 પ્રોની રિલીઝ ડેટ સાથે જોડાયેલી જાણકારી હાલ નથી. પરંતુ ડિસેમ્બરના અંતમાં ફોન લોન્ચ થવાની આશા છે.
દરરોજ 2 GB ડેટા, જુઓ Jio, Airtel અને Viના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાન
Vivo V20 Pro 5G: કિંમત તથા પ્રી બુકિંગ ઓફર્સ
વીવો વી20 પ્રો 5Gને દેશમાં 29,990 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલા આવેલા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હેન્ડસેટને વનપ્લસ નોર્ડના હાઈ-એન્ડ મોડલ એટલે કે 29,999 રૂપિયાના ભાવ પર લોન્ચ કરવાની આશા છે. જેમ અમે તમને જણાવ્યું કે વીવો વી20 પ્રો 5G હવે દેશમાં ઓફલાઇન રિટેલ સ્ટોર દ્વારા પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. એક પોસ્ટરથી બેન્ક ઓફર્સની જાણવારી મળી છે. ફોનને ICICI બેન્ક અને બેન્ક ઓફ બરોડા કાર્ડ દ્વારા 10 ટકા કેશબેક મળશે. હેન્ડસેટ ખરીદવા પર ઈઝી ઈએમઆઈ ઓપ્શન અને જીયો બેનિફિટ્સ સામેલ છે.
Jioના પ્રીપેડ પેક્સમાં બમ્પર ફાયદાઓ, આ છે સૌથી દમદાર 5 રિચાર્જ પ્લાન્સ
Vivo V20 Pro 5G: સ્પેસિફિકેશન્સ
વીવો વી20 પ્રો 5જીના ઈન્ડિયન વર્ઝનમાં પણ ગ્લોબલ મોડલમાં આવનાર સ્પેસિફિકેશન્સ હશે. હેન્ડસેટમાં 6.44 ઇંચની ફુલ એચડી+એમોલેડ ડિસ્પ્લે હશે. ફોનમાં આગળની તરફ એક પહોળી નોચ માટે ડ્યૂલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ફોનમાં સ્નૈપડ્રેગન 765G ચિપસેટ, 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વી20 પ્રોમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે અને ફોન એન્ડ્રોયડ 11 બેસ્ડ ફનટચ ઓએસ 11 પર ચાલે છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે જે 64 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ વાઇડ-એન્ગલ લેન્સ અને 2 મેગાપિક્સલ સેન્સર છે. ફોનની આગળની તરફ 44 મેગાપિક્સલ પ્રાઇમરી અને 8 મેગાપિક્સલ વાઇડ-એન્ગલ લેન્સ આપવામાં આવ્યું છે. વીવો વી20 પ્રોમાં 4000mAh બેટરી આપવામાં આવી છે જે 33 વોલ્ટ ફ્લેશ ચાર્જ સપોર્ટ કરે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube