નવી દિલ્હીઃ પાછલા વર્ષે નવેમ્બરમાં રિપોર્ટ આવ્યો હતો કે વીવોની આવનારી V21 સિરીઝમાં Vivo V21, Vivo V21 SE અને Vivo V21 Pro સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. હવે ટિપ્સ્ટર મુકુલ શર્માએ જાણકારી આપી કે વીવો વી21 સિરીઝ જલદી ભારતમાં લોન્ચ થઈ શકે છે. મુકુલે ભારતમાં  V21 SE સ્માર્ટફોનની IMEI ડેટાબેસ લિસ્ટિંગનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ક્રીનશોટથી ખુલાસો થયો કે વીવો વી21 એસઈનો મોડલ નંબર V2061 છે. ટિપ્સ્ટરનું કહેવું છે કે નવો વીવો ફોન ચીનમાં લોન્ચ થયેલા iQOO U3 ફોનનું રીબ્રાન્ડેડ વર્ઝન હશે. iQOO U3 નો મોડલ નંબર V2061A છે. પરંતુ આ જાણકારી લીક પર આધારિત છે અને સત્તાવાર માહિતી માટે રાહ જોવી પડશે. હાલ વીવોએ વીવો વી21 સિરીઝ લોન્ચ સાથે જોડાયેલી કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ બની શકે કે ભારતમાં તે એપ્રિલ મહિનામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ Mobile માંથી શું કોઈ ફાઈલ ડિલિટ થઈ ગઈ છે? ફિકર નોટ, અપનાવો આ Tips


iQOO U3: સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
ડિસેમ્બર 2021માં લોન્ચ થયેલા  iQOO U3 માં 6.58 ઇંચ આઈપીએસ એલસીડી સ્ક્રીન છે જેના પર એક ટિયરડ્રોપ નોચ આપવામાં આવી છે. સ્ક્રીનનું રેજોલૂશન ફુલ એચડી+ જ્યારે આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનમાં ડાઇમેન્સિટી 800U ચિપસેટ આપવામાં આવી છે. ફોનમાં 6જીબી/8જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં માઇક્રોએસટી કાર્ડ સપોર્ટ પણ મળે છે. 


આ પણ વાંચોઃ Reliance Jio નો બેસ્ટસેલર પ્લાન 199 રૂપિયામાં, મળશે અનલિમિટેડ કોલ અને ડેટા  


iQOO U3 માં રિયર પર સ્ક્વાયર શેપ કેમેરા મોડ્યૂલ છે જેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર મળે છે. હેન્ડસેટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 18 વોલ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. હેન્ડસેડ એન્ડ્રોયડ 11 ઓએસ સાથે આવે છે અને તેમાં કિનારા પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube