નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વીવોએ રંગ બદલનાર બેક પેનલ સાથે Vivo V25 Pro સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે, ફોન ડાઇમેન્સિટી 1300 ચિપથી લેસ છે. આ સાથે કંપનીએ વેનિલા Vivo V25 ને પણ લોન્ચ કર્યો છે. V25 Pro ની શરૂઆતી કિંમત 35,999 રૂપિયા છે પરંતુ હાલ કંપનીએ વેનિલા વીવો  V25ની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ ખુલાસો કર્યો નથી. નોંધનીય છે કે વેનિલા મોડલમાં 90Hz AMOLED ડિસ્પ્લે, ડાઇમેન્સિટી ચિપ, 64-મેગાપિક્સલ ત્રિપલ રિયર કેમેરા અને 44W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સની સાથે આવે છે. આવો એક નજર કરીએ વીવો વી25ના સ્પેક્સ અને ફીચર પર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo V25 ના સ્પેસિફિકેશન અને ફીચર
વીવો વી25માં વોટરડ્રોપ નોચની સાથે 6.44 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે. તે ફુલ HD+ રેઝોલ્યુશન, 90Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ કરે છે. પ્રો મોડલની જેમ, વેનિલા મોડલમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. ડિવાઇસ એન્ડ્રોયડ 12 ઓએસની સાથે પ્રીલોડેડ આવશે, જે ફનટચ ઓએસ 12 પર કામ કરે છે. 


V25 ફોન ડાઇમેન્સિટી 900 ચિપ, 8GB/12GB રેમ અને 128GB/256GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 4500mAh ની બેટરી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 


આ પણ વાંચોઃ મોદી સરકારની એકશન: ભારત સરકારે 8 YouTube Channels ને કરી Block, જાણો કારણ


V25 માં ઓટોફોકસ સપોર્ટવાળો 50 મેગાપિક્સલનો ફ્રંટ-ફેસિંગ કેમેરો છે. ડિવાઇસના પાછલા ભાગ પર લાગેલ સ્ક્વેરિશ કેમેરા મોડ્યૂલમાં OIS-આસિસ્ટેડ 64 મેગાપિક્સલનો મેન કેમેરા છે. તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સ્નેપર અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો હશે. 


V25 ડ્યુઅલ સિમ, 5G, વાઈ-ફાઈ 6, બ્લૂટૂથ 5.2 અને એક યૂએસબી-સી પોર્ટ જેવા અન્ય ફીચર્સ છે. ડિવાઇસ ડાયમંડ બ્લેક, એક્વામરીન બ્લૂ અને સનરાઇઝ ગોલ્ડ જેવા કલર્સમાં આવે છે. ત્રણ કલર વેરિએન્ટમાં ફ્લોરાઇટ એજી ગ્લાસ બેક છે, પરંતુ માત્ર બ્લૂ અને ગોલ્ડ એડિશન V25 પ્રોની જેમ રંગ બદલી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube