નવી દિલ્હી: Vivo એ ભારતમાં પોતાની સિલેક્ટેડ સ્માર્ટફોન્સના ભાવમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો કંપનીના Vivo V9, Vivo Y83 અને Vivo X21 સ્માર્ટફોન્સમાં કરવામાં આવ્યો છે. ગ્રાહક ઘટેલી કિંમતોમાં આ સ્માર્ટફોન્સ 27 ઓગસ્ટ સોમવાર એટલે કે આજથી ખરીદી શકશો. Vivo V9 ની નવી MOP હવે 18,990 રૂપિયા, Vivo Y83 ની 13,990 રૂપિયા અને પ્રીમિયમ Vivo X21 ની કિંમત 31,990 રૂપિયા થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોચિંગ વખતે Vivo V9 ની કિંમત 22,990 રૂપિયા રાખવામાં આવી હતી. પછી જુલાઇમાં આ સ્માર્ટફોનની કિંમત ઘટીને 20,999 રૂપિયા થઇ ગઇ છે. જોકે હવે તેને 18,990 રૂપિયામાં ખરીદી શકાશે. Vivo V9 ભારતમાં ગ્રાહકો માટે શેંપેન ગોલ્ડ, પર્લ બ્લેક અને સફાયર બ્લૂ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.  


બીજી તરફ Vivo Y83ને ભારતમાં જૂનમાં 14,990 રૂપિયામાં ઉતારવામાં આવ્યો હતો. આ 4GB રેમ/ 32GB સ્ટોરેજની સાથે મળે છે. ગ્રાહકો માટે સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત વાત કરીએ તો ભારત પહેલા6 આ ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસરવાળા Vivo X21 સ્માર્ટફોનની તો તેને ભારતીય બજારમાં 35,990 રૂપિયામાં ઉતારવામાં આવ્યો હતો. એટલે કે સ્માર્ટફોનની કિંમતમાં 4000 રૂપિયા સુધી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો વીવી ઇ-સ્ટોર અથવા ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન સ્ટોર પર હાલ જોવા મળી રહ્યો છે.


Vivo X21 ના સ્પેસિફિકેશન્સ
Vivo X21માં 19:9 રેશ્યો અને 2280x1080 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે 6.28 ઇંચ ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇસમાં 6GB રેમ સાથે 2.2GHz ઓક્ટાકોર ક્વોલકોમ સ્નૈપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 128GB ની છે. આ મેમરીને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.