નવી દિલ્હીઃ વીવોનો ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X60t Pro+ લોન્ચ થઈ ગયો છે. આ  X60 ફેમેલીનો નવો સભ્ય છે. આ પહેલા  X60 સિરીઝમાં Vivo X60, X60 Pro, X60 Pro+ X60t, અને X60 કર્વ્ડ સ્ક્રીન વર્ઝન જેવા ફોન લોન્ચ થઈ ચુક્યા છે. વીવોના ફોનની ખાસિયત 502 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર વાળો ક્વોડ રિયર કેમેરા છે. વીવો એક્સ60ટી પ્રો પ્લસ ફોનમાં 4200 એમએએચની બેટરી અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 વાળું પ્રોસેસર છે. આવો તમને જણાવી આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo X60t Pro+ ની કિંમત
Vivo X60t Pro+ ચીનમાં લોન્ચ થયો છે. ત્યાં આ સ્માર્ટફોનને 8જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત  CNY 4,999 (લગભગ 57400 રૂપિયા) રાખવામાં આવી છે. આ સિવાય ફોનના 12 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત  CNY 5,999 (લગભગ 68900 રૂપિયા) છે. આ ફોનને વીવોએ ક્લાસિક ઓરેન્જ અને ડાર્ક બ્લૂ કલર ઓપ્શનમાં રજૂ કર્યો છે. વીવો એક્સ60 ટી પ્રો પ્લસનો સેલ કંપનીની વેબસાઇટ પર શરૂ થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ શાઓમીના ટીવીમાં 48MP કેમેરો અને 100W સ્પીકર્સ, 28 જૂને થશે લોન્ચ  


Vivo X60t Pro+ ની ખાસિયતો
ફોન 6.56 ઇંચની ફુલ એચડી+ (1080x2376 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લેની સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટથી લેસ છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર છે. ફોટોગ્રાફી માટે Vivo X60t Pro+ પ્લસ ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. સેકેન્ડરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, ત્રીજો કેમેરો f/1.98 લેન્સની સાથે 12 મેગાપિક્સલનો છે અને  f/3.4 અપર્ચરની સાથે 8 મેગાપિક્સલનો ચોથો કેમેરો છે. સેલ્ફી તથા વીડિયો કોલિંગ માટે વીવો એક્સ60ટી પ્રો પ્લસમાં 32 મેગાપિક્સલનો કેમેરો f/2.45 લેન્ચ આપવામાં આવ્યો છે. 


વીવોએ Vivo X60t Pro+ ફોનમાં 4200 એમએએચની બેટરી છે, જેની સાથે તમને 55 વોટ ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પણ મળશે. કંપનીનો દાવો છે કે આ ફોન 4જી પર 12.7 કલાક સુઘીનો ટોક-ટાઇમ અને 276 કલાકનો 4જી સ્ટેન્ડબાય ટાઇમ હશે. કનેક્ટિવિટી માટે વીવો એક્સ60ટી પ્રો પ્લસ ફોનમાં 5જી, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ વી5.2, એનએફસી અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ સામેલ છે. ફોનમાં કંપનીએ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપી છે. વીવો એક્સ60ટી પ્રો પ્લસ ફોન એન્ડ્રોયડ 11 પર આધારિત Origin OS 1.0 પર ચાલે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube