નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપનીએ વીવોએ પોતાની પોપ્યુલર  Y સિરીઝ હેઠળ Vivo Y70s 5G લોન્ચ કર્યો છે. આ પ્રથમ એવો સ્માર્ટફોન છે  Exynos 880 ચિપસેટની સાથે આવે છે. ફોનમાં પંચ-હોલ ડિસ્પ્લેની સાથે શાનદાર આસ્પેક્ટ રેશિયો અને ટ્રિપલ રિયર કેમેરા જેવા શાનદાર ફીચર આપવામાં આવ્યા છે. તો આવો ડીટેલમાં જાણીએ આ ફોનના ફીચર સ્પેસિફિકેશન અને કિંમત વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીવો Y70sના સ્પેસિફિકેશન
ફોનમાં  1080x2340 પિક્સલ રેજોલૂશનની સાથે 6.53 ઇંચની ફુલ એચડી+ IPS LCD આપવામાં આવી છે. ફોન 19.5:9ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. વીવો Y70s માં તમને પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન મળશે. ૉ


ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે, જે પંચ હોલની અંદર છે. સાઇડ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવનારા ફોનના રિયરમાં ત્રણ કેમેરા છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે 98 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 2 મેગા પિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. 


એન્ડ્રોઇડ 10 પર બેસ્ડ ફનટચ ઓએસ 10 યૂઆઈની સાથે આવનારા વીવો Y70sમાં તમને 8nm Exynos 880 ચિપસેટ મળશે. ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે, જે 18 વોટ ડ્યૂલ એન્જિન ફ્લેશ ચાર્જિંગની સાથે આવે છે. હેવી યૂઝ અને મલ્ટી ટાસ્કિંગ દરમિયાન ફોન ગરમ ન થવા માટે ફોનમાં લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


શાઓમીએ લોન્ચ કર્યું સસ્તું ફુલ HD TV, ખાસ છે આ ફીચર  


કિંમત અને ઉપલબ્ધતા
વીવોએ આ ફોનને હાલ ચીનમાં લોન્ચ કર્યો છે. ફોન 6 જીહી+128 જીબી અને 8જીબી+ 128જીબી મોડલમાં આવે છે. ફોગ ઇલ્યૂઝન, સ્ટારલાઇટ બ્લૂ અને મૂન શેડો કલર ઓપ્શનમાં આવનારા આ ફોનની શરૂઆતી કિંમત 1998 યુઆન (આશરે 21200 રૂપિયા) છે. ચીનમાં ફોનની સેલ 1 જૂનથી શરૂ થશે. કંપની આ ફોનને ચીનની બહાર ક્યારે લોન્ચ કરશે તેની જાણકારી હજુ મળી નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube