નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. તો કંપનીના પોર્ટફોલિયોમાં કેટલાક શાનદાર પોસ્ટપેડ પ્લાન પણ છે. આ પ્લાનમાં તમને ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે ઘણા બેનિફિટ્સ પણ મળે છે. જો તમે સસ્તા ભાવમાં સારો પ્લાન ઈચ્છો છો તો કંપનીનો 401 રૂપિયાવાળો પ્લાન તમારા માટે બેસ્ટ છે. કંપનીનો આ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન છે. તેમાં તમને ફ્રીમાં 50 જીબી એક્સ્ટ્રા ડેટાની સાથે સોની લિવનું સબ્સક્રિપ્શન પણ મળશે. આવો જાણીએ વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

401 રૂપિયાવાળો પ્લાન
આ કંપનીનો એન્ટ્રી લેવલ પોસ્ટપેડ પ્લાન છે. તેમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે ટોટલ 50 જીબી ડેટા મળશે. ખાસ વાત છે કે આ પ્લાનને ઓનલાઇન સબ્સક્રાઇબ કરનાર યૂઝર્સને કંપની ફ્રીમાં 50 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. આ પ્લાન 200જીબીના ડેટા રોલઓવરની સાથે આવે છે. તેમાં તમને રાત્રે 12થી સવારે 6 કલાક સુધી ફ્રી અનલિમિટેડ ડેટા મળશે. પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને દર મહિને 3000 ફ્રી એસએમએસ પણ આપી રહી છે. 


આ પણ વાંચોઃ આ રીતે, જૂના ફોનથી સરકારી નોકરી જેટલા રૂપિયા કમાવો! લોકો પણ કહેશે વાહ...


વોડાફોન-આઈડિયાનો આ પ્લાન ઘણા શાનદાર એડિશનલ બેનિફિટ્સની સાથે આવે છે. આ પ્લાનમાં 12 મહિના માટે સોની લિવ મોબાઇલનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ સિવાય આ પ્લાન ઝી5 પ્રીમિયમનું ફ્રી એક્સેસ આપે છે. પ્લાનમાં તમને વીઆઈ મૂવીઝ અને ટીવી એપનું ફ્રી એક્સેસ મળશે. 


501 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાનો આ પોસ્ટપેડ પ્લાન 90જીબી ડેટાની સાથે આવે છે. તેમાં કંપની 200 જીબી સુધી ડેટા રોલઓવર પણ આપી રહી છે. પ્લાનમાં રાત્રે 12થી સવારે છ સુધી અનલિમિટેડ ફ્રી ઈન્ટરનેટ આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે મહિને 3000 ફ્રી એસએમએસ પણ આપવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં તમને એક વર્ષનું ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન 5જીનું પણ ફ્રી એક્સેસ આપે છે. 


આ પણ વાંચોઃ મોબાઇલને ક્યારે ચાર્જ કરવો? 10, 20, 30 કે 45% પર, અડધાથી વધુ લોકોને નથી તેની જાણકારી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube