Vodafone Idea: Vi નો આ નવો પ્લાન Jio ના ભુક્કા બોલાવી દેશે, સસ્તામાં મળશે ફ્રી કોલિંગ, અનલિમિટેડ ડેટા અને ઘણું બધું
Vodafone Idea: નવી કિંમતની સાથે vi ના નવા પ્લાનમાં યુઝર્સને જોરદાર બેનિફિટ્સ પણ આપવામાં આવશે. આ રિચાર્જ પ્લાનમાં વધારે ડેટા, અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ આપવામાં આવશે. આ રિચાર્જ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં યુઝરને `બિંજ ઓન નાઈટ` સુવિધા મળે છે. જે અંતર્ગત યુઝર રાત્રે 12:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે.
Vodafone Idea: Vodafone idea એ પણ રિચાર્જ પ્લાનને લઈ મોટો ધમાકો કર્યો છે. Vi એ રિચાર્જ પ્લાનમાં જે ફેરફાર કર્યા છે તેના કારણે જિયો અને એરટેલનું ટેન્શન વધી શકે છે. Vodafone idea ના આ પ્લાનમાં વધારે ડેટા અનલિમિટેડ કોલિંગ અને અન્ય ઘણા બેનિફિટ યુઝર્સને આપવામાં આવશે. Vodafone idea નો આ પ્લાન જીયો અને એરટેલના સસ્તા રિચાર્જ પ્લાનને બરાબરની ટક્કર આપે તેવો છે. તો ચાલો તમને પણ જણાવીએ Vi ના નવા જોરદાર રિચાર્જ પ્લાન વિશે.
આ પણ વાંચો: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા સાથે મળશે ઘણું બધું
Vi એ જે જુનો પ્લાન રિવાઇઝ કર્યો છે તેમાં રિચાર્જ પ્લાનમાં 90 રુપિયાનો વધારો કર્યો છે પરંતુ નવી કિંમતની સાથે vi ના નવા પ્લાનમાં યુઝર્સને જોરદાર બેનિફિટ્સ પણ આપવામાં આવશે. આ રિચાર્જ પ્લાનમાં વધારે ડેટા, અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ આપવામાં આવશે. આ રિચાર્જ પ્લાનની કિંમત 449 છે. આ રિચાર્જ પ્લાન પહેલા 359 નો હતો. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.
આ પણ વાંચો: Jio New plans: Jio ના 3 જોરદાર પ્લાન લોન્ચ, 51 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા..
Vi ના આ રિચાર્જ પ્લાનમાં યુઝરને 28 દિવસ સુધી રોજ 3GB ડેટા યુઝ કરવા મળે છે. જેમાં તમે આખો દિવસ દબાવીને ઇન્ટરનેટ ફુલ સ્પીડમાં વાપરી શકો છો. આ સાથે જ આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે અને રોજના 100 SMS પણ ફ્રી મળે છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીએ પટારામાંથી કાઢ્યો Jio નો સૌથી સસ્તો પ્લાન, ઓછા ખર્ચે મળશે બધું જ
આ રિચાર્જ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં યુઝરને 'બિંજ ઓન નાઈટ' સુવિધા મળે છે. જે અંતર્ગત યુઝર રાત્રે 12:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે. સાથે જ આ રિચાર્જ પ્લાનમાં યુઝરને વિકેન્ડ ડેટા રોલ ઓવર પણ મળે છે. એટલે કે પ્લાનમાં જે ડેટા આપવામાં આવે છે તે યુઝ ન થાય તો તેને વિકેન્ડ પર એકસાથે વાપરી શકાય છે.