Vodafone Idea: Vi હજુ પણ 5G સેવા શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તે જ સમયે, તેના સ્પર્ધકો Jio અને Airtel ધીમે ધીમે સમગ્ર દેશમાં 5G સેવા પ્રદાન કરી રહ્યા છે. હજુ એ જાણી શકાયું નથી કે Vi ક્યારે 5G લાવશે. દરમિયાન, વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 289 અને રૂ. 429ના પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાન હવે Vi Store અને અધિકૃત Vi રિટેલ આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આવો જાણીએ આ બે નવા પ્લાન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ બે પ્લાન વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. મતલબ કે તે અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. પ્લાનમાં 6GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા, હજાર SMS અને 78 દિવસ સુધીની વેલિડિટી ઉપલબ્ધ છે. આવો જાણીએ બંને ઑફર્સ વિશે વિગતવાર...


વોડાફોન-આઇડિયા રૂ. 289 નો પ્લાન
આ પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલિંગ ઑફર કરે છે, જે વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં 48 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાનમાં 4GB ડેટા ઉપલબ્ધ છે. 600SMS અનલિમિટેડ કોલિંગ સાથે ઉપલબ્ધ છે.


વોડાફોન-આઇડિયા રૂ 429 નો પ્લાન
Vodafone-Ideaનો રૂ. 429નો પ્લાન 78 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 6GB ડેટા અને હજાર SMS ઉપલબ્ધ છે.


આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ

રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube