નવી દિલ્હીઃ ભારત હવે 5G તરફ આગળ વધી રહ્યું છે. જિયો અને ભારતી એરટેલ જેવી કંપનીઓએ દેશમાં 5th જનરેશન નેટવર્ક પર કામ કરી રહી છે. બંને કંપનીઓએ 2023ના અંત સુધી ભારતમાં 3000 શહેરોથી વધુમાં પોતાનું કવરેજ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. જ્યાં જિયો અને એરટેલ યૂઝર્સને 5જી અપગ્રેડ મળી રહ્યું છે તો વોડાફોન-આઈડિયાના યૂઝર્સ હજુ સુધી 5G સેવાઓની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના ઘટી રહેલાં યૂઝર બેઝને બચાવવા માટે ટેલ્કોએ નવા પ્લાન રજૂ કર્યાં છે. હાલમાં Vi એ 3 નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યાં છે, જેમાં ડેટા, કોલિંગ અને અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર આ પ્લાન્સમાં અનલિમિટેડ નાઇટ ડેટા (12AM થી 6AM)મળે છે. પરંતુ તેમાં યૂઝર્સ માટે એસએમએસ બેનિફિટ્સ સામેલ નથી. 


આ પણ વાંચોઃ નવા વાયરસની એન્ટ્રી, 101 Apps બની ખતરો, તમારા ફોનમાં હોય તો કરી દેજો ડિલીટ


Vi નો 17 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાએ આ પ્લાનને પોતાની વાઉચર લિસ્ટિંગ્સમાં લોન્ચ કર્યું છે. આ પ્લાનમાં  કંપની રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા ઓફર કરી રહી છે. આ એક દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં કોઈ સુવિધા કે એસએમએસ મળતા નથી. આ પ્લાન તે યૂઝર્સ માટે છે જેને બીજા પ્લાન્સમાં અનલિમિટેડ ડેટાનો વિકલ્પ મળી રહ્યો નથી. 


Vi નો 57 રૂપિયાનો પ્લાન
આ પ્લાન પણ પ્રીપેડ વાઉચર અને ઉપર આપેલા પ્લાનની જેમ બેનિફિટ્સ આપે છે. આમાં સાત દિવસની વેલિડિટી મળે છે.  Viની સત્તાવાર વેબસાઇટ પર ડિટેલ્સ છે કે આ પેક 168 કલાક સુધી વેલિડ હશે. પરંતુ તેમાં કોઈ સર્વિસ વેલિડિટી કે આઉટગોઇંગ એસએમએસ કે અન્ય બેનિફિટ્સ નહીં મળે. ધ્યાનમાં રાખો કે 17 રૂપિયા અને 58 રૂપિયાના પ્લાન્સ માટે યૂઝર્સને એક્ટિવ પ્લાનની જરૂર પડશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube