Vodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન
ટેલિકોમ સેવાઓ આપનાર કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ (Vodafone-Idea limited)એ શનિવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કહ્યું કે તેના સિલેક્ટેડ પ્લાન માટે પ્ર્રી-પેડ ગ્રાહકોને એક વર્ષ માટે 5G ના નિ:શુલ્ક વાર્ષિક સબ્સક્રિપ્શનની ઓફર કરી છે.
નવી દિલ્હી: ટેલિકોમ સેવાઓ આપનાર કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ (Vodafone-Idea limited)એ શનિવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કહ્યું કે તેના સિલેક્ટેડ પ્લાન માટે પ્ર્રી-પેડ ગ્રાહકોને એક વર્ષ માટે 5G ના નિ:શુલ્ક વાર્ષિક સબ્સક્રિપ્શનની ઓફર કરી છે. કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સુવિધા 355 રૂપિયા, 405 રૂપિયા, 595 રૂપિયા, 795 રૂપિયા અને 2,595 રૂપિયાના પ્લાન સાથે ઉપલબ્ધ છે.
WhatsApp Web સેશનને ફિંગરપ્રિંટ વડે કરી શકશો સિક્યોર, ટૂંક સમયમાં આવશે આ ફીચર
5G ઇન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા પ્રમુખ (એસવીઓડી) રાહુલ મારોલીએ નિવેદનમાં કહ્યું છે કે ''આ અનોખરી ઓફર હેઠળ વોડાફોન આઇડિયાના સિલેક્ટેડ પ્લાનના ગ્રાહકોને 12 ભાષાઓમાં 5G ની સામગ્રીઓ વર્ષ માટે નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.
અત્રે ઉલ્લેખ કે બે અઠવાદિયા પહેલાં જ વોડાફોન-આઇડિયા (Vodafone-Idea)એ દિલ્હી સર્કલમાં બે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા હતા. જેની કિંમત 109 રૂપિયા અને 169 રૂપિયા છે. આ પ્લાનમાં યૂઝર્સને 20 દિવસની વેલિડિટીમાં અનલિમિટેડ ટોક ટાઇમ મળી રહ્યો છે. આ સાથે જ વોડાફોન આઇડિયાએ દિલ્હી સર્કલમાં 46 રૂપિયાવાળા પ્લાન વાઉચર પણ ઉપલબધ છે. આ પહેલાં આ પ્લાન કેરલ સર્કલમાં ઓફર કરવામાં આવ્યો હતો, જે 28 દિવસ માટે 100 લોકલ નેટ-નાઇટ મિનિટ ઓફર કરે છે.
કેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા
વોડાફોન આઇડિયા રૂપિયા 109 રૂપિયાના પ્રીપેડ અનલિમિટેડ વોઇસ કોલ (તમામ નેટવર્ક પર સ્થાનિક+ રાષ્ટ્રીય કોલ) કુલ ડેટાનો ભાગ 1GB અને 20 દિવસની વેલિડિટી માટે 300 એસએમએસ ઓફર કરે છે. આ પ્લાનમાં Zee5 સબ્સક્રિપ્શન અને વોડાફોન પ્લેની સુવિધા પણ ઉપલબ્ધ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube