વોડાફોન-આઇડિયાની જબરદસ્ત ઓફર, ₹799મા મળશે પસંદગીનો સ્માર્ટફોન
હોમ ક્રેડિટ પર મળનારા સ્માર્ટફોનની કિંમત 3999 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકોને અહીં સ્માર્ટફોનની મોટી રેન્જ મળશે. ગ્રાહક કોઈપણ કિંમતના સ્માર્ટફોનને 799 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદી શકે છે.
નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયાએ હવે સ્માર્ટફોન ખરીદવુ સરળ બનાવી દીધું છે. કંપનીએ આ માટે હોમ ક્રેડિટની સાથે ભાગીદારી કરી છે. હોમ ક્રેડિટ એક આંતરરાષ્ટ્રીય કંઝ્યૂમર ફાઇનાન્સ પ્રોવાઇડર છે. આ બંન્ને કંપનીઓએ મળીને એક સ્કીમ લોન્ચ કરી છે. તે હેઠળ 799 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ગ્રાહક સ્માર્ટફોન ખરીદી શકશે. ફોન ખરીદનારા ગ્રાહકોને પ્લાનમાં 180 દિવસ માટે ઘણા એડ ઓન બેનિફિટ્સ પણ આપવામાં આવશે. કંપની તેના માધ્યમથી વધુમાં વધુ યૂઝરોને 4G નેટવર્ક પર જોડવા ઈચ્છે છે.
સ્માર્ટફોનની મોટી રેન્જ
હોમ ક્રેડિટ પર મળનારા સ્માર્ટફોનની કિંમત 3999 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકોને અહીં સ્માર્ટફોનની મોટી રેન્જ મળશે. ગ્રાહક કોઈપણ કિંમતના સ્માર્ટફોનને 799 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદી શકે છે.
ફ્રી મળશે 180 દિવસની વેલિડિટી વાળો પ્લાન
સ્માર્ટફોનની ખરીદીની સાથે ગ્રાહકોને વોડાફોન આઇડિયા તરફથી અનલિમિટેડ વોઇસ કોલિંગ, રોજ 1.5 જીબી ડેટા અને રોજ 100 એસએમએસ વાળો એક બંડલ્ડ પ્લાન મળશે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસની હશે.
Realme X2 Pro ભારતમાં આગામી મહિને થઇ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
150થી વધુ શહેરોમાં સર્વિસ
આ ઓફરને ખાસ વોડાફોન આઇડિયા ગ્રાહકો માટે લાવવામાં આવી છે. હોમ ક્રિડેટ કંપની ફાઇનાન્સ સર્વિસને 20 હજાર પોઈન્ટ-ઓફ-સેલ નેટવર્કના માધ્યમથી દેશના 179 શહેરોમાં આપી રહી છે. વોડાફોને કહ્યું કે, ગ્રાહક કોઈપણ પોઈન્ટ-ઓફ-સેલમાં જઈને પોતાના સ્માર્ટફોનને સરળતાથી અપગ્રેડ કરી શકે છે. કંપની આ ઓફર હેઠળ કંપની ક્યા સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાની છે તેના વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી.