Realme X2 Pro ભારતમાં આગામી મહિને થઇ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.5 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ફ્લૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને આ 90Hz ના રિફ્રેશ રેટની સાથ આવે છે. ફોનનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.7 ટકા છે.

Trending Photos

Realme X2 Pro ભારતમાં આગામી મહિને થઇ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન મેકર કંપની રિયલમી ભારતમાં ટૂંક સમયમાં પોતાનો સ્માર્ટફોન Realme X2 Pro લોન્ચ કરશે. આ ફોન તાજેતરમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હવે એવો રિપોર્ટ્સ આવી રહ્યો છે કે ભારતમાં આ ફોન આગામી મહિને લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં ફોનની કિંમત 33,000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ભારતમાં આ ફોન Redmi K20 Pro અને OnePlus 7T ને ટક્કર આપશે.  

રિયલમી X2 પ્રોના સ્પેસિફિકેશન્સ 
ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.5 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ફ્લૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને આ 90Hz ના રિફ્રેશ રેટની સાથ આવે છે. ફોનનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.7 ટકા છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં સેમસંગના GW1 સેન્સરવાળો 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 8 મેગાપિક્સલનો ટર્શિઅરી કેમેરા અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં Sony IMX471 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફોન 6જીબી+4જીબી, 8જીબી+128જીબી અને 12જીબી+256જીબી વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. સ્નૈપડ્રૈગન 855+એસઓસી પ્રોસેસર સાથે આવનાર ફોન એંડ્રોઇડ 9 પાઇ પર બેસ્ડ ColorOS 6.1 પર કામ કરે છે. ફોનને પાવર આપવા માટે તેમાં 4000mAh બેટરી આપવામાં આવી છે જે 50 વોટ SuperVOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news