નવી દિલ્હી: Vodafone-Idea, Airtel અને Jio પાસે ઘણા એવા પ્લાન્સ છે, જે ખૂબ પોપ્યુલર છે. તમામ ટેલિકોમ કંપનીઓના પ્લાન્સ એકબીજાને ટક્કર આપે છે. જો 300 રૂપિયાના ઓછા પ્લાનવાળા જુઓ, તો ત્રણમાંથી Vodafone-Idea નો પ્લાન સૌથી જોરદાર છે.  Vi નો 299 રૂપિયાવાળો પ્લાન જિયો અને એરટેલના પ્લાનથી શાનદાર છે. આ પ્લાનમાં દરરોજ 4GB ડેટા અને ઘણા બેનિફિટ્સ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafone-Idea નો 299 રૂપિયાવાળો પ્લાન
Vi ના 299 રૂપિયાવાળા પ્લાનમાં ડબલ ડેટા ઓફરનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પ્લાનમાં દરરોજ 4GB ડેટા મળે છે, એટલે કે કુલ 112 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત ફ્રી અનલિમિટેડ કોલિંગ, દરરોજ  100 SMS, બિંજ ઓલ નાઇટનો બેનિફિટ મળે છે. એટલે કે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત Vi Movies અને  TV ક્લાસિકનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 

અયોધ્યાના આ મંદિરમાં થાય છે અનોખો ચમત્કાર, ખોટું બોલનારની ખૈર નહી


Reliance Jio નો 349 રૂપિયાવાળો પ્લાન
જિયોના 349 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


Airtel નું 398 રૂપિયાવાળો પ્લાન
એરટેલની પાસે દરરોજ 3GB વાળો પ્લાન પણ છે, જેની કિંમત 398 રૂપિયા છે. તેની વેલિડિટી 28 દિવસને છે. 3GB ડેટા ઉપરાંત ફ્રી અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS નો લાભ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube