Vodafone Idea ના જબરદસ્ત Plan એ ઉડાડી Jio, Airtel ની ઉંઘ! દરરોજ 1.5GB ડેટા સાથે અન્ય બેનિફિટ્સ
Vi પાસે એક એવો પ્લાન છે, જે Jio અને Airtel ના પ્લાન કરતા ઘણો સારો છે. Vi નો આ ઓછી કિંમતનો પ્લાન વધુ લાભ આપે છે. આવો જાણીએ તેના વિશે...
નવી દિલ્હી: Vodafone Idea (Vi) સમગ્ર ભારતમાં રહેતા પ્રીપેડ ગ્રાહકો માટે રૂ. 599 નો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની ખાસિયત એ છે કે તે 70 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાના સંદર્ભમાં, વપરાશકર્તાઓને અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ સાથે 1.5GB દૈનિક ડેટા મળે છે. તમને જણાવી દઈએ કે, Jio અને Airtel ના પ્લાન અસફળ સાબિત થયા છે. Jio નો 699 રૂપિયાનો પ્લાન અને એરટેલનો 719 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આવો જાણીએ Vi નો પ્લાન કેટલો શાનદાર છે...
પ્લાન સાથે અન્ય ઘણાં બેનિફિટ્સ
આ પ્લાન Vi Hero અનલિમિટેડ લાભોને પણ બંડલ કરે છે જેમાં ડેટા ડિલાઈટ્સ, વીકએન્ડ રોલઓવર અને બિન્જ ઓલ નાઈટ ઓફરનો સમાવેશ થાય છે. તમામ વધારાની ઑફર્સનો હેતુ કોઈને કોઈ રીતે વપરાશકર્તાઓના ડેટા વપરાશના અનુભવને વધારવા માટે છે. આ પ્લાન Jio અને Airtel ના 84 દિવસના પ્લાન કરતાં ઘણો સારો છે.
'તેરે નામ'ની ભોળી અભિનેત્રી બની જલપરી, VIDEO માં બિકીની પહેરીને પૂલમાં જોવા મળી
Vi ના પ્લાનની સામે Jio અને Airtel ના પ્લાન પણ ફેલ
14 દિવસ સુધી વધુ સેવા મેળવવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. Jio ના 666 રૂપિયા અને એરટેલ 719 રૂપિયાના પ્લાન સાથે 84 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. તે પ્લાન્સમાં 1.5 GB ડેટા પણ ઉપલબ્ધ છે. તેથી જ Vi નો 599 રૂપિયાનો પ્લાન વધુ સારો લાગે છે. Vi પોતાના પ્લાન સાથે ગ્રાહકોને વધારાની ઓફર્સ આપી રહી છે. જ્યારે Vi ના 84 દિવસના પ્લાનમાં 1.5GB દૈનિક ડેટા માટે 719 રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે 70 દિવસનો પ્લાન પણ ગ્રાહકોને ઘણો ફાયદો કરી રહ્યો છે.
હવે નહીં ખર્ચાય પેટ્રોલ પાછળ વધારે પૈસા, TATA ની ઓછી કિંમતમાં લોન્ચ કરી આ બે CNG કાર
Vi ના 599 રૂપિયાના પ્લાનના બેનિફિટ્સ
599 રૂપિયાના પ્લાનમાં Vi Movies અને TV Classic ના ઓવર-ધ-ટોપ (OTT) લાભો પણ સામેલ છે. જો તમે થોડો ઓછો ખર્ચ કરવા માંગો છો અને મધ્યમ ગાળા માટે પ્રીપેડ પ્લાન ઈચ્છો છો, તો વોડાફોન આઈડિયાનો 599 રૂપિયાનો પ્લાન સારો વિકલ્પ છે. જો વપરાશકર્તા Vi માંથી 599 રૂપિયાનો પ્લાન પસંદ કરે છે, તો તે મોબાઇલ સેવાઓ માટે પ્રતિ દિવસ 8.56 રૂપિયા ખર્ચ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube