Viએ આપી નવા વર્ષની ભેટ, આ સર્કલમાં ટૂંક સમયમાં શરૂ થશે 4G સર્વિસ
વોડાફોન આઇડિયા (VI)એ નવા વર્ષ પર જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં તેમના વધુ એક મોબાઇલ સર્કલમાં 3G સેવાઓને બંધ કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે, આગામી 15 જાન્યુઆરીથી દિલ્હી સર્કલમાં વીઆઇની 4G સેવાઓ જ યૂઝર્સને મળશે
નવી દિલ્હી: વોડાફોન આઇડિયા (VI)એ નવા વર્ષ પર જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં તેમના વધુ એક મોબાઇલ સર્કલમાં 3G સેવાઓને બંધ કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે, આગામી 15 જાન્યુઆરીથી દિલ્હી સર્કલમાં વીઆઇની 4G સેવાઓ જ યૂઝર્સને મળશે. આ પહેલા યૂઝર્સને તેમના સિમ કાર્ડમાં અપગ્રેડ કરવાનું રહેશે. પહેલા તેઓ મુંબઇ અને દિલ્હી સર્કલમાં પણ તેમની 3G સેવાઓ બંધ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો:- Jio ગ્રાહકોને મળી નવા વર્ષની ભેટ, કંપનીએ કરી મોટી જાહેરાત
અહીંથી બદલાવી શકો છો તમારું સિમ
રાજધાની શહેરના VI ગ્રાહકોને તેમના હાલના સિમને તેમની આસપાસના સ્ટોર પર જઈ 4Gમાં અપગ્રેડ કરવાનું રહેશે. રિપોર્ટ અનુસાર ગ્રાહકોને સ્વિચ વિશે સૂચિક કરવા માટે વીઆઇ (VI)એ દિલ્હી સર્કલમાં તેમના ગ્રાહકોના એક એસએમએસ (SMS) મોકલવાનું શરૂ કરી દીધું છે. SMS યૂઝર્સને તેમના ફોન પર અવિરત સેવા પ્રાપ્ત મેળવવા માટે 15 જાન્યુઆરીથી પહેલા તમારા સિમને 4જીમાં અપગ્રેડ કરવાનું રહેશે.
આ પણ વાંચો:- તમે ટેલીગ્રામના યુઝર્સ હોવ તો આ વાંચી લેજો, નહીં તો થશે પછતાવો
2જી પર મળતી રહેશે વોઈસ કોલિંગ
વીઆઈ 2 જીના માધ્યમથી તે ગ્રાહકોને વોઈસ કોલિંગ (Voice Calling) આપવામાં આવશે જેઓ તેમના સિમને 4જીમાં અપગ્રેડ કરાવી શકશે નહીં. તો જુના સિમ કનેક્શનો પર ડેટા સેવાઓ ઉપલબ્ધ નહીં થાય. આ ફેરફાર તે યૂઝર્સને પણ પ્રભાવિત નહીં કરશે. જે પહેલાથી જ એક વીઆઇ 4 જી સિમનો ઉપયોગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો:- 2021માં 9 Pro સાથે લોન્ચ થશે Oneplus 9 Lite, જાણો ફીચર્સ
કંપનીનું કહેવું છે કે, સ્પેક્ટ્રમ રીફાર્મિંગ થી તેઓ 4જીની સ્પીડ વધશે. કંપનીએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે 2100 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમ 5જી નેટવર્ક માટે લગાવવામાં આવી રહ્યાં છે. નિવેદનમાં કહ્યું છે કે, વીઆઇ (વોડા-આઇડિયા) મુંબઇમાં તેમની 2જી સેવાઓ ચાલુ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube