આ કંપનીએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, 30 દિવસ સુધી દરરોજ મળશે 1GB ડેટા
Vi Recharge Plan: વોડાફોન આઈડિયા સતત ભારતીય ટેલીકોમ સેક્ટરમાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. કંપનીએ હાલમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જે 30 દિવસ સુધી દરરોજ 1જીબી ડેટા ઓફર કરે છે. કંપનીના આ પ્લાનમાં 4જી ડેટા મળે છે.
નવી દિલ્હીઃ VodaFone Idea (VI) એ પોતાનો નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. ભલે કંપની ભારતીય ટેલીકોમ સેક્ટરમાં સંઘર્ષ કરી રહી હોય, પરંતુ નવા પ્લાન્સ સતત જોડી રહી છે. કંપનીએ 5જી સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લીધો અને સ્પેક્ટ્રમ ખરીદ્યા, પરંતુ હજુ સુધી 5જી સર્વિસ લોન્ચ કરી નથી.
કંપની પોતાના વર્તમાન પોર્ટફોલિયોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. વોડાફોન આઈડિયાએ પોતાના લિસ્ટમાં એક અફોર્ડેબલ ઓપ્શન જોડ્યો છે, જે 30 દિવસ માટે ડેટા ઓફર કરે છે. જાણો આ નવા પ્લાનની વિગત....
શું છે નવા પ્લાનમાં ખાસ?
વોડાફોન આઈડિયાનો નવો પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. પરંતુ આ સર્વિસ વેલિડિટી નથી. આ પ્લાનને તમે કંપનીને વેબસાઇટ પર સ્પોટ કરી શકો છો. તેમાં યૂઝર્સને 30 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1 જીબી ડેટા મળશે. આ ડેટા 4જી હશે કારણ કે કંપનીએ હજુ સુધી પોતાની 5જી સર્વિસ લોન્ચ કરી નથી.
આ પણ વાંચો- જિયોનો ધાંસૂ પ્લાન, એક વર્ષ રિચાર્જની ચિંતા નહીં, અનલિમિટેડ કોલિંગ અને 900GB ડેટા
આ સિવાય રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ બેનિફિટ્સ મળશે નહીં. આ એક ડેટા વાઉચર પ્લાન છે. વોડાફોન આઈડિયાનો આ પ્લાન લેવા માટે તમારી પાસે બેસ પ્લાન હોવો જોએ. વોડાફોન આઈડિયાનો આ પ્લાન એરટેલના 181 રૂપિયાવાળા પ્લાન જેવો જ છે.
સસ્તો પ્લાન ઈચ્છો છો તો આ ઓપ્શન પણ છે
જો તમે એવું રિચાર્જ કરાવવા ઈચ્છો છો જે આ કિંમતમાં ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા આપતો હોય. તેવામાં તમે 179 રૂપિયાનું રિચાર્જ ટ્રાઈ કરી શકો છો. તેમાં યૂઝ્સને અનલિમિટેડ કોલિંગની સાથે 28 દિવસની વેલિડિટી મળે છે.
યૂઝર્સને આ વેલિડિટી માટે 2જીબી ડેટા અને 300 એસએમએસ મળે છે. આ સિવાય તમને એડિશનલ બેનિફિટ્સ પણ મળશે. તેમાં Vi Movie And tv નું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાન તે યૂઝર્સ માટે સારો ઓપ્શન છે, જે ઓછઓ ડેટા અને અનલિમિટેડ કોલિંગવાળો સસ્તો પ્લાન ઈચ્છે છે.
આ પણ વાંચોઃ ઉનાળામાં વીજ બિલમાંથી મળશે છુટકારો! બસ 450 રૂપિયાનું આ ડિવાઇસ કરો ઇન્સ્ટોલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube