Diwali Offers: દિવાળીની આસપાસ તમામ કંપનીઓ પોતાની સેલ વધારવા માટે પ્રોડક્ટ્સ પર સારી સારી ઓફર લઈને આવે છે. કાર કંપનીઓ આવુ જ કરે છે. જર્મન વ્હીકલ બનાવતી કંપની ફોક્સવેગન તરફથી ભારતમાં આઈગુન મિડસાઈઝ એસયુવી પર આકર્ષક છૂટ સ્કીમ ઓફર આપવામાં આવી રહી છે. જે 1.20 લાખ રૂપિયા સુધીની છે. ફોક્સવેગન તાઈગુન 1.0-લીટર, 3-સિલેન્ડર પેટ્રોલ એન્જિન અને 1.5-લીટર 4 સિલેન્ડર પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં મળે છે. તેના 1.5-લીટર પેટ્રોલ એન્જિનવાળા વેરિયન્ટ કેટલાક ડિલરશિપ દ્વારા 50000 રૂપિયા સુધી કંપની સ્કીમ, 30000 રૂપિયાનું ડીલર માર્જિન, 30000 રૂપિયાનું વીમા માર્જિન અને 10000 રૂપિયાની કોર્પોરેટ છૂટની ઓફર કરવામાં આવી છે. જેનાથી તેની ઓનરોડ કિંમતમાં 1.20 લાખ રૂપિયા સુધીનું અંતર આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Taigun ના 1.5-લીટર મેન્યુઅલ વેરિયન્ટની ઓનરોડ કિંમત (દિલ્હી) 18,77,900 રૂપિયા છે, જે ઓફરમાં 17,57,900 રૂપિયા થઈ શકે છે. મોડલની એક્સ શો-રૂમ કિંમત 15.95 લાખ રૂપિયા છે. તો તેના 1.0 લીટર પેટ્રોલ એન્જિનવાળા વેરિયન્ટ પર 25,000 ની કંપની સ્કીમ, 40,000 નું ડીલર માર્જિન અને 10,000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ બધુ મિક્સ કરીએ તો તેના પર 75000 રૂપિયા સુધીની ઓફર મળી રહી છે. દિલ્હીમાં તેની ઓન રોડ કિંમત 13,54,724 રૂપિયા છે, જે ઓફર બાદ 12,79,724 સુધી થઈ શકે છે. જોકે, આ ઓફર્સની કેટલીક શરતો છે. જે કાર ખરીદતા પહેલા ડીલર પાસેથી જરૂર જાણી લેજો. આ ઓફર ઓક્ટોબર મહિના સુધી જ વેલિડ છે. 


આ ઉપરાંત અન્ય અનેક કાર પર કંપનીઓ આકર્ષક ઓફર આપી રહી છે. તેમાં મારુતિ સુઝુકી, ટાટા, હ્યુન્ડાઈ અને હોન્ડા જેવી મોટી કંપનીઓ સામેલ છે. જો તમને આમાંથી કોઈ પણ કંપનીની કાર ખરીદવી હોય તો ડિલર સાથે ઓફર વિશે વાત કરી શકો છો.