નવી દિલ્હી: દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ખૂબ જ જલદી જ ભારતમાં પોતાની હેચબેક કાર વેગન આર (Wagon R) નું નવું મોડલ રજૂ કરવા જઇ રહી છે. વેગન આર (Wagon R) ના 7th જેનરેશન મોડલ હશે, જેની ડિઝાઇનમાં મોટો ફેરફાર જોવા મળશે. આ યૂઝર્સ માટે કોઇ નવી કારના એક્સપીરિયન્સની માફક હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વી વેગન આરની બોક્સી ડિઝાઇન
કંપનીએ નવા વેગન આરને એક બોક્સી ડિઝાઇન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ કારમાં મોટાભાગના ફેરફાર તેના ફ્રન્ટમાં જોવા મળે છે. તેમાં નવી ડિઝાઇનની ફ્રન્ટ ગ્રિલ, ટ્વીકડ હેન્ડલેમ્પ, નવું બોનેટ અને એરડેમ, ફ્લેટ ડોર પેનલ સાથે નવા એલોય વ્હીલ તેની સાઇડ પ્રોફાઇલને સારી બનાવે છે. તેની પાછળના ભાગ અને સાઇડ પ્રોફાઇલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ગત મોડલ જેવી જ છે. નવા મોડલમાં ગતની માફક હેચમાં નવી ટેલ લાઇટ્સ આપવામાં આવી છે. 

PM Modi US Visit Live Updates: QUAD બેઠકમાં PM મોદીએ કહ્યું- હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું


નવા રંગોમાં રજૂ થશે મારૂતિ વેગન આર
નવા મોડલને રજૂ કરવાની સાથે જ જાપાની કાર નિર્માતા કંપની મોડલ લાઇનઅપમાં નવા રંગોને પણ સામેલ કરવામાં આવી શકે છે. હાલમાં જાપાની સ્કેપ વેગનઆર મુખ્યરૂપથી 6 રંગમાં આવે છે. જેમાં મૂનલાઇટ વાયલેટ પર્લ મેટેલિક, અર્બન બ્રાઉન પર્લ મેટેલિક, બ્લૂશ બ્લેક પર્લ, એક્ટિવ યલો, બ્લિસ્ક બ્લૂ મેટેલિક અને ફીનિક્સ રેડ ર્પલ સામેલ છે. 

Team India: થઇ ગઇ ભવિષ્યવાણી! વિરાટ કોહલીની જગ્યાએ આ બની શકે ટીમ ઇન્ડીયાના કેપ્ટન


ન્યૂ-વેગનઆરમાં એન્જીન અને સ્પેસિફિકેશન
ન્યૂ-જેન વેગનઆરમાં R06D ઇન-લાઇન 3-સિલિન્ડર મોટર ઉપયોગ કરવામાં આવી છે, જ્યારે હાલની વેગનઆરમાં એક 658 cc R06D DOHC મોટર ફિટિડ છે. આ કાર કૂલ્ડ EGR અને રેપિડ કમ્બશન જેવી નવી ટેક્નોલોજીથી સજ્જ હશે. કંપનીએ વેગનઆરના માઇલ્ડ-હાઇબ્રિડ (mild-hybrid) વેરિએન્ટમાં પણ સુધારો કર્યો છે. તો બીજી તરફ ટ્રાંસમિશન ઓપ્શનમા6 5-સ્પીડ મેન્યુઅલ અને CVT સામેલ છે. નવી વેગનઆરમાં લાઇટ HEARTECT પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખશે. જોકે તેમાં ઘણા ફેરફાર સામેલ હશે. એટલે કે તમે સારા ડ્રાઇવિંગ ડાયનામિક્સ અને હેન્ડલિંગની આશા રાખી શકો છો. 

મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી મળશે છુટકારો, ફ્લેક્સ ફ્યૂલર વડે દોડશે કાર, જલદી જાહેર થશે આદેશ


વધુ સુરક્ષિત હશે વેગનઆરની ડ્રાઇવ
રિપોર્ટ્સ અનુસાર 7th-gen WagonR માં કેટલાક નવા સેફ્ટી અને સિક્યોરિટી ફીચર્સ પણ મળી શકે છે. કારમાં તમને રિયલ ફોલ્સ સ્ટર્ટ સપ્રેશન, રિવર્સ કરતી વખતે સમય બ્રેક સપોર્ટ અને ટક્કરથી બચાવનાર ટેક્નોલોજી મળી શકે છે. આ ઉપરા6ત અન્ય સેફ્ટી ફીચર્સમાં લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ, સ્ટેગર વોર્નિંગ ફંક્શન, હાઇ બીમ આસિસ્ટ, 360 કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે, ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ, હિલ હોલ્ડ કંટ્રોલ, ESP અને SRS એરબેગ સામેલ છે. આ કારને ડિસેમ્બરમાં લોન્ચ કરી શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube