નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિના રાઝ જાણવા હોય તો તેના સ્માર્ટફોનથી ખબર પડી જાય છે. સ્માર્ટફોનમાં વ્યક્તિના સારા અને ખરાબ ઘણા રાજ છુપાયેલા હોય છે. જેના કારણે લોકો પોતાની પર્સનલ જાણકારીઓ છુપાવવા માટે સ્માર્ટફોનમાં પાસવર્ડ અથવા લોક લગાવીને રાખે છે. એટલે કોઈ તેમના ફોનમાં કંઈ જોઈ ન શકે. તે પછી પણ ઘણી વખત આપણા બેદરકારીના કારણે ઘણા લોકો આપણા ફોનમાં ઝાંખતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્રેટ કોડઃ
ઘણી વખત મિત્રો અથવા પરિવારના સભ્યો તમારો સ્માર્ટફોન માગતા હોય છે. ત્યારે તમે તેમને નકારી પણ ન શકતા. જો કે, તમને ડર રહે છે કે, તેઓ તમારા ફોનમાં કંઈક જોઈ શકે છે. જે તેઓએ ન કરવું જોઈએ. ઘણી વખત લોકો તમારા ફોનનો છૂપી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં, તમને ખબર નથી હોતી કે, તેઓએ તમારા ફોન પર શું જોયું હશે. આવી સ્થિતિમાં અમે તમને એક સિક્રેટ ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકો છો.


આ પણ વાંચોઃ Jio નો 11 મહિના સુધી ચાલનારો ગજબનો Plan! યૂઝર્સને મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટા


એક કોડ ખોલશે તમામ રાઝ
આજે અમે તમને એક એવો કોડ જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા એ જાણી શકાશે કે તમારા ફોનમાં કોઈ બીજાએ શું જોયું છે. આ એક એન્ડ્રોઇડ કોડ છે. જે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કામ કરશે. જ્યારે તમે તમારા ફોનમાં તે કોડ ડાયલ કરશો ત્યારે તમને ખબર પડશે કે, સ્માર્ટફોનમાં કઈ એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કેટલા સમય સુધી. ખાસ વાત એ છે કે, તમે કોઈપણ એન્ડ્રોઈડ ફોન પર આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.


આ કોડથી ખુલી જશે પોલઃ
પહેલા તમારા ફોનમાં ##4636#*# ડાયલ કરો. આ કોડ ડાયલ કરવા પર તમારા ફોનનું સેટિંગ્સ પેજ ખુલશે. આ પેજ પર તમને ત્રણ વિકલ્પો મળશે. ફોનની માહિતી, યુસેજ સ્ટેટિક્સ અને Wifi માહિતી. તેમાંથી તમારે બીજા નંબરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે એક લિસ્ટ ખુલશે. આ લિસ્ટમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઉપયોગમાં લેવાયેલી એપ્સના નામ, ઉપયોગનો સમય અને સમયગાળો જોવા મળશે.


આ પણ વાંચોઃ UPI વપરાશકર્તાઓ આપે ધ્યાન, ખોટા IDમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તો તરત જ કરો આ કામ


અમુક ફોનમાં કામ નહીં કરે કોડઃ
ઘણી વખત યુઝર્સ ફરિયાદ કરે છે કે, કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં આ કોડ કામ કરતું નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો પ્લે સ્ટોર પરથી Truecaller એપ ડાઉનલોડ કરો. ત્યાર બાદ એપ ઓપન કરો અને આ કોડને તેના ડાયલર પેડમાં ડાયલ કરો. આ કોડ તેના ડાયલર પેડ પર કામ કરશે. જો આ પછી પણ તમારા મોબાઈલમાં આ કોડ કામ નથી કરતો તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને 4G LTE એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ આ કોડનું કામ કરે છે અને તમામ માહિતી તમારી સામે આવી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube