UPI વપરાશકર્તાઓ આપે ધ્યાન, ખોટા IDમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તો તરત જ કરો આ કામ, નુકસાન નહીં થાય

UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરતી વખતે જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો તેને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમારી સાથે આવું બન્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

UPI વપરાશકર્તાઓ આપે ધ્યાન, ખોટા IDમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તો તરત જ કરો આ કામ, નુકસાન નહીં થાય

how to get upi money back transferred: UPI દ્વારા ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર થવાને કારણે લોકોનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે. હવે લોકો ક્રેડિટ/ડેબિટ કાર્ડની સાથે રોકડ લઈ જવાની ઝંઝટમાંથી મુક્ત થયા છે. 

પરંતુ UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરતી વખતે જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો તેને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમારી સાથે આવું બન્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે જો તમે Google Pay, PhonePe અથવા Paytm જેવા UPI પ્લેટફોર્મ પરથી પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો તમે તેને ફરીથી મેળવી શકો છો.

જો તમારા પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો ધ્યાનમાં રાખો કે તમારે આવી ચુકવણીનો તરત જ સ્ક્રીનશોટ લેવો જોઈએ. આ તમારા માટે તમારી ફરિયાદ નોંધવાનું સરળ બનાવશે. આ સાથે પેમેન્ટ મેસેજ અને આઈડી ડિટેલ પણ સુરક્ષિત રાખો.

ત્યારબાદ તે એપ પર જઈને ફરિયાદ નોંધાવો જેમાંથી ખોટા ID પર પૈસા ટ્રાન્સફર થયા છે. જો ત્યાં ફરિયાદનું નિરાકરણ ન થતું હોય તો તમે બેંકમાં જઈને ફરિયાદ કરી શકો છો.

બેંકમાં તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે. જેના ખાતામાં પૈસા ગયા હોય તે વ્યક્તિ પૈસા આપવાનો ઈનકાર કરે તો તમે તેની ફરિયાદ લોકપાલને કરી શકો છો. આ સિવાય તમે NPCIની વેબસાઈટ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news