WhatsApp જે લોકો નિયમોનું પાલન નથી કરતા અને તેનું ઉલ્લંઘન કરે છે તેમના પ્રત્યે WhatsApp ખૂબ જ કડક છે. વોટ્સએપે નવા આઈટી નિયમો 2021ના પાલનમાં માર્ચ મહિનામાં ભારતમાં 47 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ બ્લોક કર્યા છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી છે. આવો જાણીએ તેના વિશે વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા બધા એકાઉન્ટ બ્લોક કર્યા
WhatsAppએ જણાવ્યું હતું કે, " વપરાશકર્તાઓ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલાં 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે, 4715906 WhatsApp એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, અને આમાંથી 1659385 એકાઉન્ટને સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. 


 આ પણ વાંચો:
GST કલેક્શનથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, એપ્રિલ 2023માં GSTથી થઇ આટલી આવક
Karnataka Election Result Opinion Poll: કોણ બનાવશે સરકાર? કોને મળશે કેટલી સીટો?
સૂર્ય-બુધની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, 5 રાશિના લોકોને થશે ધન લાભ


ગ્રીવન્સ અપીલ કમિટી
વધુમાં, કંપનીએ ઉલ્લેખ કર્યો છે કે 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે ફરિયાદ અપીલ સમિતિ તરફથી મળેલા આદેશો 3 હતા અને તેનું પાલન કરાયેલા આદેશો પણ 3 હતા. દરમિયાન, લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવા માટે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ગ્રીવન્સ અપીલ કમિટી (GAC) ની શરૂઆત કરી છે..


મોટી ટેક કંપનીઓને કાબૂમાં લેવા માટે દેશના ડિજિટલ કાયદાને મજબૂત કરવા માટે, નવી રચાયેલી પેનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અપીલ પર ધ્યાન આપશે. IT મંત્રાલયે ગયા મહિને સુધારેલા IT નિયમો, 2021 હેઠળ જરૂરી ત્રણ GAC ની સ્થાપના માટે સૂચના આપી હતી.


આ પણ વાંચો:
6,6,6...સચિન પણ બની ગયો જબરા ફેન, તેંડુલકરે સિક્સર કિંગ ટિમ ડેવિડને લગાડ્યો ગળે, પછી
રાશિફળ 02 મે: ગ્રહ ગોચર આ જાતકોના જીવનમાં લાવશે ઉથલપાથલ, સાવચેતી રાખી દિવસ પસાર કરવો
ફ્રેન્ડશીપ કરતા પહેલાં વિચારજો, કપલ બોક્સ- ચેન્જ રૂમમાં સગીરા સાથે માણ્યું શરીરસુખ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube