વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો! હવસખોરે કપલ બોક્સ અને ચેન્જ રૂમમાં સગીરા સાથે માણ્યું શરીરસુખ

મોરબીમાં સોશ્યલ મીડિયાને લઈને મારામારી, હુમલા સહિતના બનાવો સામે આવ્યા છે, ત્યારે હાલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. 

વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો! હવસખોરે કપલ બોક્સ અને ચેન્જ રૂમમાં સગીરા સાથે માણ્યું શરીરસુખ

હિમાંશું ભટ્ટ/મોરબી: રવાપર રોડ ઉપરની ગારમેન્ટની દુકાનમાં કામ કરતાં શખ્સે સગીરાનો સોશયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ સતત તેના સંપર્કમાં રહીને સગીરાને તે શખ્સ જે દુકાનમાં કામ કરતો હતો. ત્યાં ચેન્જ રૂમમાં લઈ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. તેમજ રવાપર પાસે આવેલ ફુડ કાફેમા લઈ જઈને ત્યાં બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના આપતિજનક ફોટા પાડી લીધા હતા જે વાયરલ કરવાની અને તેની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબીમાં સોશ્યલ મીડિયાને લઈને મારામારી, હુમલા સહિતના બનાવો સામે આવ્યા છે, ત્યારે હાલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે મુસ્તુફા દલવાણી નામના આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા દલવાણી કામ કરે છે અને સોશ્યલ મીડિયાથી તેની દીકરીનો સંપર્ક કરીને તેની દીકરીને આરોપી જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં બોલાવીને દુકાનના ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો પડી લીધા હતા જેને વાયરલ કરવાની તેમજ સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેને રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં આવેલ બોક્સમાં પણ સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૭૬ (૨) એન, ૫૦૬ (૨), પોક્સો ૫ એલ અને ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને અંતે ગુનાના આરોપી મુસ્તુફા સાજીદભાઈ દલવાણી મધર ટેરેસ ડેલાની સામે ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટ રવપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news