નવી દિલ્લીઃ દુનિયામાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ માટે સૌથી પ્રખ્યાત એપ છે વ્હોટ્યેપ. આ એપ લોકોને અનેક રીતે ઉપયોગી થાય છે. પરંતુ એજ સમયે કેટલાક લોકો વ્હોટ્સેપની આડમાં છેતરપિંડી આચરતા હોય છે. હાલ વ્હોટ્સેપમાં એક નવો સ્કેમ ચાલી રહ્યો છે. ઘણા લોકોને +92 કોડવાળા મોબાઈલ નંબરમાંથી વ્હોટ્સેપ કોલ્સ આવી રહ્યાં છે. વ્હોટ્સેપ પર આવનારા આ કોલ્સ દ્વારા યુઝર્સને લોટરી અથવા ઈનામ જીતવાના જાંસા આપવામાં આવે છે. આ કારણે કેટલાક યુઝર્સ પોતાની પર્સનલ ડિટેઈલ્સ અને બીજી અગત્યની માહિતી શેર કરી દેતા હોય છે. જેના કારણે આખરે તેમને જ નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે +92એ પાકિસ્તાનનો કોડ છે. ભારતનો કોડ+91 છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ કોલ પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણી વખત આવા નંબરો પણ વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેને તમે દુનિયાના કોઈપણ ખૂણેથી એક્સેસ કરી શકો છો. આ કારણે એ જરૂરી નથી કે તમામ કોલ પાકિસ્તાનથી જ આવી રહ્યા હોય.


જ્યારે તમને 92 દેશના કોડ નંબર પરથી કોલ આવે ત્યારે આ કામ કરો-
જો તમને +92ના કોડ નંબર પરથી પણ WhatsApp પર કોલ આવી રહ્યા છે, તો તમારે આવા કૉલને અવગણવા જોઈએ. આ સિવાય તે નંબર પર જવાબ આપીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ન કરો. કેટલીકવાર સ્કેમર્સ તેમની ડીપી ખૂબ સારી દેખાડી શકે છે. જેના કારણે ઘણા યુઝર્સ તેમની યુક્તિમાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં, +92 દેશના કોડ નંબર પરથી આવતા અજાણ્યા કોલનો જવાબ ન આપવાનો પ્રયાસ કરો.


જો તમને વારંવાર કોલ આવી રહ્યા હોય તો તમે સીધા જ આવા નંબરને બ્લોક કરી શકો છો. આવી સ્થિતિમાં, તમને ફરીથી તે નંબર પરથી કોલ અથવા મેસેજ નહીં આવે. તમે આવા નંબરની જાણ પણ કરી શકો છો. આ માટે કંપની ફીચર્સ આપે છે. જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો વિલંબ કર્યા વિના સાયબર સેલમાં તમારી ફરિયાદ નોંધાવો.