નવી દિલ્હી : Facebook, WhatsApp અને Instagram વિશ્વનાં અનેક સ્થળો પર ડાઉન છે. ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પર લોકો તેના મુદ્દે ટ્વીટ કરી રહ્યા છે. ડાઉન ડિટેક્ટરની વેબસાઇટ અનુસાર છેલ્લી 15 મિનિટથી WhatsApp યુઝ કરવામાં લોકોને સમસ્યા થઇ રહી છે અને લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે. જો કે ભારતીય યુઝર્સ અત્યાર સુધી તેનાથી પ્રભાવિત નથી. ડાઉન ડિટેક્ટર તેનાથી પ્રભાવિત નથી. ડાઉન ડિટેક્ટર પર મલેશિયા, શ્રીલંકા અને ઇન્ડોનેશિયાનાં યુઝર રિપોર્ટ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે રાહુલને ફરી એકવાર અપીલ કરીશું કે તેઓ કોંગ્રેસનાં અધ્યક્ષ રહે: મોતીલાલ
આ વખતે લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થઇ રહી છે. કેટલાક લોકો ફેસબુક લોગ ઇન કરી શખતા નથી અને કેટલાક લોકોએ ફેસબુક ન્યુજ ફીડ લોડ નથી થઇ રહ્યા. આ જ પ્રકારે વ્હોટ્સએપમાં મેસેજ મોકલવામાં લોકોને સમસ્યાઓ થઇ રહી છે. ટ્વીટર પર લોકો વ્હોટ્સએપ ડાઉન હેશટેગ પર લોકો પોતાની સમસ્યા જણાવી રહ્યા છે. હવે ભારતીય યુઝર્સની તરફથી આ પ્રકારનાં અનેક રિપોર્ટ આવી રહ્યા છે. 


અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું
હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
હાલ કંપનીઓની તરફથી આ અંગે કંઇ કહેવાઇ નથી રહ્યું. આ પહેલીવાર નથી જ્યારે વ્હોટ્સએપ ડાઉન થયું છે, પહેલા પણ આ પ્રકારની સર્વિસ ડાઉન થઇ છે. જો કે ઘણા ઓછા વખત ફેસબુકની તરફતી આ અંગે કોઇ અધિકારીક સ્ટેટમેંટ ઇશ્યું કરવામાં આવ્યું છે.