નવી દિલ્હી: વોટ્સએપ ખોલ્યા વિના જ તમે કોઇપણની સાથે ચેટ કરી શકો છો. જી હા, આ બિલકુલ શક્ય છે. વોટ્સએપએ એવા જ એક નવા ફીચરની જાહેરાત કરી છે. ફેસબુકની F8 કોન્ફ્રેંસમાં વોટ્સઅપ માટે નવા ફીચર્સની જાહેરાત કરી છે. આવનાર નવા ફીચર્સમાં ગ્રુપ વીડિયો કોલિંગ અને સ્ટિકર્સ સામેલ છે. હવે ઇસ્ટેંટ મેસેજિંગ વોટ્સઅપએ એક નવું વેબ ડોમેન લોંચ કર્યું છે, જેના માધ્યમથી યૂજર્સ ઇન્ટરનેટ બ્રાઉઝરથી જ પોતાની ચેટ્સ ખોલી શકશે. રિપોર્ટ્સ અનુસાર વોટ્સઅપે એક નવું ડોમેન 'wa.me' રજિસ્ટર્ડ કરાવ્યું છે અને આ એંડ્રોઇડ વર્જન 2.18.138 અથવા તેનાથી ઉપરના વર્જન પર ચાલનાર ડિવાઇસ પર કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોન નંબર નાખીને કરી શકશો ચેટ
WABeta ઇંફોના એક અહેવાલ અનુસાર વોટ્સએપએ wa.me નામનું એક ડોમેન રજિસ્ટર કરાવ્યું છે. જે api.whatsapp.com ની શોર્ટ લિંક છે. તેને વોટ્સઅપ ચેટ ખોલવા માટે યૂઝ કરી શકાય છે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં 1.5 બિલિયનથી વધુ એક્ટિવ યૂજર્સ છે. 1.5 અરબથી વધુ યૂજર્સવાળા ઇંસ્ટટ મેસેજિંગ એપ વોટ્સઅપ સતત નવા ફીચર્સ લાવે છે અને આ નવું ફીચર Android ના 2.18.138 માં આપવામાં આવ્યું છે.

Whatsapp લાવી રહ્યું છે જબરદસ્ત ફિચર, સાંભળીને ખુશ થશે પરિવાર


વોટ્સઅપ ખોલ્યા વિના કરી શકશો ચેટ
તમને જણાવી દઇએ કે નવું ડોમેન એક પ્રકારે ચેટ પ્લેટફોર્મના વેબ વર્જનનું એક્સટેંશન છે. આ નવા ડોમેનની સાથે, વોટ્સઅપ યૂજર્સ આ ડોમેનની સાથે કોઇ ફોન નંબર નાખીને વોટ્સએપ વેબ ઇન્ટરફેસને ખોલ્યા વિના સીધા ચેટ કરી શકશો.

સિમ અને નેટવર્ક વિના પણ થઇ શકશે મોબાઇલ કોલિંગ, ટૂંક સમયમાં આવશે નવી ટેક્નોલોજી


કેવી રીતે કામ કરે છે નવું ફીચર
કોઇ વોટ્સઅપ ચેટને સીધા બ્રાઉઝરમાં ખોલવા માટે, યૂજર્સને યૂઆરએલ https://wa.me/country extension + (phone number) ટાઇપ કરવો પડશે. જો તમે કોઇ ખોટો નંબર નાખ્યો તો તમારી ચેટ ખુલશે નવી એક મેસેજ લખેલો મળશે, 'Phone number shared via URL is invalid'. 

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે Whatsapp, કંપનીએ કર્યા બે મોટા બદલાવ


આવશે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર
તમને જણાવી દઇએ કે ફેસબુકના સ્વામિત્વવાળી ઇંસ્ટેંટ મેસેજિંગ સર્વિસ વોટ્સઅપમાં ટૂંક સમયમાં વીડિયો કોલિંગ ફીચર આવવાનું છે. કંપનીએ આ ફીચર પરથી જાન્યુઆરીમાં પડદો ઉઠાવ્યો હતો. વોટ્સઅપ સ્ટેટ્સને દુનિયાભરમાં 450 મિલિયન લોકો દરરોજ ઉપયોગ કરે છે. વોટ્સઅપએ તાજેતરમાં જ ગ્રુપ એડમિન માટે પણ એક નવું ફીચર જાહેર કર્યું હતું.