નવી દિલ્હી : પોપ્યુલર મેસેન્જિંગ એપ વ્હોટ્સ એપમાં સતત નવા ફિચર્સ આવી રહ્યા છે. હાલમાં જ તેમાં એક નવું ફીચર સામે આવી ગયું છે. નવા ફીચરમાં ગ્રુપ એડમિનનાં કંટ્રોલમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફીચર એન્ડ્રોઇડ માટે વ્હોટ્સએપ બીટા વર્ઝન 2.18.201 પર અને આઇફોનનાં માટે સ્ટેબલ વર્ઝન 2.18.70 પર રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. હવે આ નવા ફિચરથી કોઇ વ્હોટ્સએપ ગ્રુપનાં તે ગ્રુપનાં સભ્યો દ્વારા મોકલવામાં આવતા મેસેજને કંટ્રોલ કરી શકશે. ટુંકમાં જ આ ફીચર તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફીચર ગ્રુપ સેટિંગ મેન્યુમાં એક નવુ ઓપ્શન સ્વરૂપે જોડવામાં આવ્યું છે. જેને સેન્ડ મેસેજીસ નામ આપવામાં આવ્યું છે. આ ફિચર ગ્રુપ સેટિંગ મેન્યુમાં એક નવા ઓપ્શન સ્વરૂપે જોડવામાં આવ્યું છે. જેને સેન્ડ મેસેજનું નામ આપવામાં આવ્યું છે. તેનાથી મેસેજ મોકલવા માટે ગ્રુપના એડમિન્સ અથવા તમામ સભ્યોની પસંદગી કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર આ ફીચરને થોડા જ દિવસોમાં તમામ યુઝર્સ માટે જાહેર કરવામાં આવશે.

આ નવા સેન્ડ મેસેજ ઓપ્શનને એડિટ ગ્રુપ ઇન્ફો સાથે ગ્રુપ સેટિંગમાં જોડવામાં આવશે. આ સાથે જ ગ્રુપનાં તમામ સભ્યોને ટેક્સ્ટ મેસેજ દ્વારા તેની માહિતી આપવામાં આવશે. વ્હોટ્સ એપનું આ પગલું ભારતમાં બિઝનેસ એકાઉન્ટને જોતા ઉઠાવવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા હવે ગ્રુપનાં સભ્યોને બિન જરૂરી મેસેજ મોકલતા અટકાવી શકાશે. 

નવા ક્રિએટરને નહી હટાવી શકે એડમીન
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સ એપ પર તેની પહેલા ગ્રુપનાં એડમીનની ગ્રુપનું ડિસ્ક્રિપ્શન ચેન્જ કરવું પડશે અને ગ્રુપ એડમિશન ને રિમૂવ કરવાનો કંટ્રોલ આપવામાં આવ્યો છે. આ અપડેટ સાથે વ્હોટ્સએપ પર કોઇ પણ અન્ય એડમીન દ્વારા ગ્રુપનાં ક્રિએટરને હટાવવાનું ઓપ્શન પણ હટાવી દેવામાં આવ્યું છે.