નવી દિલ્હીઃ WhatsApp India Head Resigns: મેસેજિંગ એપ વોટ્સએપ ઈન્ડિયાના પ્રમુખ અભિજીત બોસ અને મેડા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ બંને અધિકારીઓના રાજીનામા બાદ હવે શિવનાથ ઠુકરાલને વોટ્સએપ ઈન્ડિયા સહિત મેટાના દરેક પ્લેટફોર્મના ડાયરેક્ટર પર પર હાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વોટ્સએપ ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિપાર્ટમેન્ટના હેડ હતા. હાલમાં વોટ્સએપ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ પોતાના 11 હજાર કર્મચારીઓને છુટા કરી દીધા હતા. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઈન્ડિયાના ભારત પ્રમુખ અજીત  મોહને આ મહિનાની શરૂઆતમાં રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp હેડે આપ્યું નિવેદન
અભિજીત બોસે રાજીનામા વિશે જાણકારી આપતા વોટ્સએપના હેડ Will Cathcart એ એક નિવેદનમાં કહ્યું કે હું અભિજીત બોસનો વોટ્સએપ તરફથી આભાર માનુ છું. તેમણે પહેલા વોટ્સએપ ઈન્ડિયા હેડ તરીકે ખુબ શાનદાર સર્વિસ આપી છે. તેમણે અમારી સર્વિસને લોકો સુધી સારી રીતે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી દેશભરના કરોડો લોકોને બિઝનેસનો ફાયદો મળ્યો છે. વોટ્સએપ ઈન્ડિયા આગળ પણ ભારતમાં બિઝનેસ વધારવા માટે કામ કરતું રહેશે. સાથે તેમણે કહ્યું કે જલદી વોટ્સએપ ઈન્ડિયા હેડની નિમણૂંક કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Pakistan માં અમીરો માટે પણ Alto ખરીદવી મુશ્કેલ, 16 લાખ રૂપિયાથી પણ કિંમત


રાજીવ અગ્રવાલે કેમ આપ્યું રાજીનામું
અભિજીત બોસના રાજીનામા બાદ તેમના આગળના પ્લાનિંગ વિશે હજુ કોઈ જાણકારી મળી નથી. પરંતુ મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલ વિશે કંપનીએ જણાવ્યું કે તેમણે કોઈ સારી તક શોધવા માટે રાજીનામું આપ્યું છે. આ સાથે વોટ્સએપ ઈન્ડિયાએ બંનેને સારા ભવિષ્યની શુભકામનાઓ આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube