નવી દિલ્હી: ફેસબુક (Facebook)ના અધિગ્રહણવાળા ફોટો મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) એ નવા 'યૂઝર ઇંટરફેસ' (UI)ની સાથે 'ઓડિયો પિકર' રજૂ કર્યું છે. તેનાથી યૂજરને એકવારમાં 30 ઓડિયો ફાઇલ્સ મોકલવાની સુવિધા મળશે. 'વેબઇટીએઇંફો'એ આ અઠવાડિયે જણાવ્યું, "Whatsapp એ તાજેતરમાં 'ઓડિયો પિકર' રજૂ કર્યું છે. તેનાથી ઓડિયોને સેંડ કરતાં પહેલાં પ્લે કરવા અને 1થી વધુ ઓડિયો ફાઇલ્સ મોકલવાની સુવિધા પ્રદાન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં ફક્ત 1 ઓડિયો ફાઇલ મોકલી શકતા હતા
આ પહેલાં યૂજર્સ 1 વખતમાં ફક્ત 1 ઓડિયો ફાઇલ મોકલી શકતા હતા. નવા ફીચર Whatsapp ના 2.19.89 બીટા અપડેટમાં આવ્યું છે. Whatsapp એ પોતાના પ્લેટફોર્મ પર ઘણા અપડેટ્સ, ખાસકરીને વધુ ડિવાઇસેઝ પર સંબંધિત એપ સપોર્ટ કરવા અને પ્લેટફોર્મ પર ડુપ્લીકેટ સુચનાઓ ફેલાવાની તપાસ કરવા ફીચર રજૂ કર્યું છે. 


આ DTH કંપનીના સબ્સક્રાઇબર જ્યારે ઇચ્છશે ત્યારે બદલી શકશે પ્લાન


'આઇપેડ' સપોર્ટ પર પહેલાંથી જ કામ કરી રહ્યું છે
આ એપ બહુપ્રતિક્ષિત 'આઇપેડ' સપોર્ટ પર પહેલાં જ કામ કરી રહી છે, જેનું 'ટચ આઇડી સપોર્ટ', 'સ્પ્લિટ-સ્ક્રીન' અને 'લેડસ્કેપ મોડ' જેવા ફીચર પર ટેસ્ટિંગ થઇ રહ્યું છે. પોતાના પ્લેટફોર્મ પર બનાવટી સમાચારો ફેલાવાની ઘટનાઓને ઓછી કરવા માટે Whatsapp 'ફોરવર્ડિંગ ઇંફો' અને 'ફ્રીકવેંટ્લી ફોરવોર્ડેડ મેસેજ' નામના 2 ફીચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે. તેનાથી યૂજર્સને ખબર પડી જશે કે આ મેસેજ કેટલીવાર મોકલવામાં આવ્યો છે. 

મોબાઇલ યૂજર્સ માટે NETFLIX લાવ્યું સસ્તો પ્લાન, 65 રૂપિયામાં જુઓ વેબ સીરીઝ


ભારતમાં 5થી વધુ લોકોને ફોરવર્ડ કરી શકતા નથી મેસેજ
કોઇ મેસેજ 4 વારથી વધુ મોકલ્યા બાદ તે 'ફ્રીકવેંટ્લી ફોરવર્ડેડ' મેસેજ થઇ જાય છે. Whatsapp પર ભારતમાં હાલ કોઇ મેસેજ વધુમાં વધુ 5 વખત ફોરવર્ડ કરી શકાય છે.