નવી દિલ્હી: WhatsApp પર હવે ફક્ત ચેટીંગ જ નહી પરંતુ શોપિંગ પણ કરી શકશે. ચેટીંગ એપ WhatsApp માં શોપિંગ બટનને આખી દુનિયામાં રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે WhatsApp શોપિંગ બટનને અપડેટ કરવામાં આવ્યું છે. યૂઝર્સને એપમાં જ સ્ટોરફ્રન્ટ આઇકનના રૂપમાં નવું બટન જોવા મળશે. એ જ નવું શોપિંગ બટન છે. આ આઇકનને દબાવતાં સંબંધિત બિઝનેસનું આખું કેટલોક જોઇ શકાશે. કોઇ પ્રોડક્ટ પર ક્લિક કરતાં જ તેને ખરીદવા માટે ચેટ શરૂ કરી શકશે . 


પ્રાપ્ત જાણકારી અનુસાર WhatsApp માં હવે વોઇસ કોલ બટનની જગ્યાએ શોપિંગ આઇકન જોવા મળશે. કંપનીનું કહેવું છે કે ખૂબ જલદી એપમાં એડ ડૂ કાર્ટ અને ચેક આઉટ બટન પણ સામેલ કરવામાં આવશે. 


તમને જણાવી દઇએ કે તાજતરમાં WhatsApp ને યૂપીઆઇ પેમેન્ટ (UPI Payment) શરૂ કરવાની પરવાનગી મળી ગઇ છે. હવે યૂઝર્સ ચેટીંગની સાથે પેમેન્ટ કરી શકે છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube